(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.10
જે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના તમામ કટ્ટરપંથી વિચાર વાળા લોકો પસંદ નથી કરતા. તે વડાપ્રધાન કે જે દુનિયાના આતંકવાદીઓના હીટ લિસ્ટ માં છે. જેમની સુરક્ષા માટેના તાણાવાણા અમેરિકાના રાષ્ટ્રપતિથી ઓછા નથી.
તેને લઈને ભારતનું દુશ્મન નંબર વન પાકિસ્તાન જો પોતાનો આલાપ બદલી નાખે છે તો વાત વિચારવા જેવી છે. ભારતમાં આ સમય સામાન્ય ચૂંટણીઓ ચરમ સીમા પર છે. એવામાં પાકિસ્તાનનું એવુ કહે છે કે પાકિસ્તાનને માટે ભારતીય જનતા પાર્ટી અને મોદી સારા છે. અત્યંત ચોંકાવનારુ આ નિવેદન છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે કહ્યું કે અગર ભા.જ.પા જીતે છે તો બંને દેશોની વચ્ચે શાંતિની વધુ સંભાવનાઓ છે. ઇમરાન ખાન નું આ નિવેદન બેહદ ચોંકાવનારું છે. 2014ની ચૂંટણીઓ પહેલા પાકિસ્તાની મીડિયામાં મોદી અને ભારતીય જનતા પાર્ટી ને લઈને એટલી બીક હતી કે પાકિસ્તાન 2019 માં આવતા આવતા કેવી આટલુ અલગ-થલગ થઈ ગયું છે.
શું પાકિસ્તાન હવે મોદી ને ઘાસ-ફુસ- મૂળાની જેમ સમજવા લાગ્યું છે…..? શું પાકિસ્તાન આ પાંચ વર્ષમાં મોદી અને ભાજપાની કરની અને કથનીને સારી રીતે જાણી ગયું છે. જો એવું નથી તો પાકિસ્તાનના વડા ઇમરાન ખાન આવું નિવેદન ક્યારેય આપેત નહીં.
સવાલ અહીંયા એ પણ ઊઠે છે કે મોદીને જો પોતાને માટે ફાયદારૂપ સમજી રહ્યા છે. પાકિસ્તાનતો શું તે ભારતના બીજા સૌથી મોટા પક્ષ જેને દેશમા લગભગ 60 વર્ષ રાજ કર્યુ છે તેનાથી ડર લાગી રહ્યો છે કેમકે કોંગ્રેસના શાસનકાળમાં પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે કે ભારતના અન્ય પક્ષો ના શાસનકાળમાં પાકિસ્તાનનું કાઈ નથી બગડ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.