(જી.એન.એસ.)ન્યુજર્સી .તાં.૧
લગ્ન કરવા દરેક યુવતીનું સપનું હોય છે, પછી તે થોડા ક્ષણ માટે ય કેમ ન હોય. આવું જ કંઈક બન્યું હતું અમેરિકાના ન્યૂજર્સીમા રહેતી હેદર લિન્ડસે સાથે. હેદર કેન્સરથી પીડિત છે. તેણે 35 વર્ષના ડેવિડ મોશર સાથે માત્ર 18 કલાક માટે જ લગ્ન કર્યા હતા. હેદર અને ડેવિડ મે, 2015માં એકબીજાને મળ્યા હતા અને તેમના વચ્ચે પ્રેમ થયો હતો.
દુલ્હનની બહેન ક્રિસ્ટીનાએ જણાવ્યું કે, હેદર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતી. તેની સારામાં સારો ઈલાજ કરાવ્યા છતા તેની હાલતમા કોઈ જ સુધારો આવ્યો ન હતો. તેનું મોત બહુ જ નજીક આવી રહ્યું હતું. ત્યારે ડેવિડે તેની મોતના 18 કલાક પહેલા જ તેની સાથે લગ્ન કર્યા હતા. 18 કલાક બાદ હેદરનું મોત થયું હતુ. આ લગ્નમાં પરિવારના કેટલાક ગણતરીના લોકો જ સામેલ હતા. લગ્નમાં દુલ્હનની સંભાળ રાખવા માટે અનેક ડોક્ટર્સ તથા નર્સ પણ સામેલ થયા હતા.
હેદર બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. તેની હાલત એટલી નાજુક હતી કે, તે લગ્નના વચન પણ બોલી શકી ન હતી. દુલ્હનની મિત્રએ ફેસબુક પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર હોવા છતાં હેદર લગ્ન માટે છેલ્લી ક્ષણોમાં હિંમત એકઠી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.