Home ગુજરાત મોડાસામાં ગાયત્રી મંદિર સામેના વિશ્રામગૃહ પર ટ્રક ફરી વળી, સદનસીબે મોટી જાનહાની...

મોડાસામાં ગાયત્રી મંદિર સામેના વિશ્રામગૃહ પર ટ્રક ફરી વળી, સદનસીબે મોટી જાનહાની ટળી

31
0

વાહનો તેમની બેફામ રફતારના કારણે ઘણી વખત નિર્દોષ લોકોના જાન માલને નુકશાન કરતાં હોય છે. ત્યારે મોડાસાના માલપુર રોડ પર આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક બેફામ ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વિશ્રામ ગૃહ પર ફરી વળી હતી. રાત્રે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે વૃદ્ધ માણસોને વિશ્રામ લેવા માટે વિશ્રામ ગૃહ બનાવેલો છે.

જ્યાં આસપાસના વિસ્તારના વડીલો આવીને બેસતા હોય છે. ત્યારે માલપુર તરફથી બેફામ સ્પીડમાં આવતી એક ટ્રકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક વિશ્રામ ગૃહ પર ફરી વળી હતી અને વિશ્રામ ગૃહ સંપૂર્ણપણે કકડભુસ થઈ ગયું હતું. ઘટના સમયે સદનસીબે કોઈ વૃદ્ધ કે અન્ય કોઈ વ્યક્તિ નહોતું જેના કારણે મોટી દુર્ઘટનાથી બચી શકાયું છે

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈડરમાં 177 ટ્રેકટર પર 8.20 કરોડની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું
Next articleભાજપ દ્વારા પૂર્વ IPS પી.સી. બરંડાની ફરી એક વખત થઇ પસંદગી