Home અન્ય રાજ્ય મોડાસાના ડૉક્ટરનો એમબીબીએસ અભ્યાસ કરતા પુત્રનું હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા...

મોડાસાના ડૉક્ટરનો એમબીબીએસ અભ્યાસ કરતા પુત્રનું હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોત

17
0

(જી.એન.એસ) તા. 29

કુલ્લૂ,

હિમાચલ પ્રદેશથી ગુજરાતનાં એક પરિવારને એક ખુબજ દુઃ ખદ સમાચાર મળ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાના એક ડૉક્ટરનો પુત્ર હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલા મણીકર્ણ ઘાટી નજીક પાર્વતી નદીમાં મોડાસાનો યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એમબીબીએસનો અભ્યાસ કરતો સોહમ હિરેનભાઈ શાહ મિત્રો સાથે ફરવા માટે ઉત્તર ભારત ગયો હતો. જ્યાં શિમલા અને કુલ્લૂ મનાલીમાં ફરવા જવા દરમિયાન યુવાને નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. મોડાસાના ડોક્ટર હિરેન શાહ અને તેમનો પરિવાર પુત્રના મોતના સમાચાર જાણતા જ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. કુલ્લૂ જિલ્લા પોલીસ વડા કાર્તિકેયને ઘટના અંગેની તપાસની જાણકારી પરિવારજનોને આપી હતી. જાણકારી મુજબ યુવક સોહમ શાહ પાર્વતી નદીના પાણીમાં ડૂબી જતા તેના બચાવ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેને બહાર નિકાળીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કુલ્લૂ જિલ્લા પોલીસ વિભાના જણાવ્યા અનુસાર હવે બાકીના કાયદેસર કાર્યવાહી કર્યા બાદ ડોક્ટર હિરેન શાહને ગુજરાત લઈ જવા માટે તેમના પુત્રનો મતૃદેહ સોંપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ ટીઆરપી ગેમઝોનના ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયાની પુષ્ટિ કરવામાં આવી
Next articleગુજરાતની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (યુ.જી) કોર્ષની વિવિધ બેઠકોમાં  પ્રવેશ માટે તા. ૨ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે