Home ગુજરાત મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા તટે દિવાળી ઉજવવા આવી પહોંચ્યા

મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા તટે દિવાળી ઉજવવા આવી પહોંચ્યા

17
0

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર

(જી.એન.એસ),તા.૧૨

નર્મદા

આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૩ કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. પ્રવાસીઓ અન્ય જગ્યાS જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. તેને કારણે જ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ચલપહલથી ધમધમી ઉઠ્યું છે. સાથે સ્ટેચ્યુ પાસે જે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવાને બદલે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા થયા છે અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. પ્રવાસીઓ દિવાળી ઉજવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસન્દ કરી રહ્યા છે તથા પ્રધાનમન્ત્રી ની આ પરિકલ્પનાને વખાણી રહ્યાં છે.  નર્મદા જિલ્લામાં કેવડીયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ દુનિયાથી પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરીથી ઓક્ટોમ્બર સુધીમાં સૌથી વધુ ૩૧.૯૨ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે
Next articleસતત 10મી વખત સૈનિકોની વચ્ચે PM મોદીએ હિમાચલના લેપચામાં દિવાળીની ઉજવણી કરી