Home દેશ - NATIONAL મોટર વ્હીકલ બીલને મંજુરીઃ કિશોરથી અકસ્માત થાય તો પરિવારજનોને સજા

મોટર વ્હીકલ બીલને મંજુરીઃ કિશોરથી અકસ્માત થાય તો પરિવારજનોને સજા

360
0

(જી.એન.એસ), તા.૧ નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં ગઈકાલે કેન્દ્રીય કેબીનેટની બેઠક યોજાય હતી. જેમા મોટર વ્હીકલ (સંશોધન) વિધેયક ૨૦૧૬ને મંજુરી આપવામાં આવી છે. આવતા સપ્તાહે તે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ બીલમાં વાહન વ્યવહાર સાથે જોડાયેલા નિયમોને કડક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરવાના મામલામાં દંડ ૩ ગણો જેટલો વધારવાની વાત છે. માર્ગ અકસ્માતમાં જો કોઈનું મોત થાય તોે તેના પરિવારજનોને ૪ મહિનાની અંદર વળતરના રૂપમાં ૫ લાખ મળશે. અત્યારે આમા પાંચ વર્ષ લાગી જાય છે. કાયમ સગીર ગાડી ચલાવે અને દુર્ઘટના કરે તેવા મામલા સામે આવે છે. જો કોઈ સગીર ગાડી ચલાવે અને દુર્ઘટના થાય અને કોઈનુ મોત થાય તો તેના પરિવારજનોે પર ૨૫ હજાર સુધીનો દંડ અને ૩ વર્ષની કેદની જોગવાઈ છે.
દારૂ પીને કોેઈ ગાડી ચલાવે તો ૧૦ હજારનો દંડ ભરવો પડશે. હાલ આ દંડની રકમ માત્ર ૨ હજાર રૂ. છે. ડ્રાઈવીંગ લાયન્સની ઉંમર ૧૯ વર્ષને અને હેલ્મેટ નહી હોવા પર ૨૫૦૦ રૂ.નો દંડ કરવામાં આવશે. જો ગાડી ચલાવતી વખતે કોેઈ લાલબત્તી તોડી કે સીટ બેલ્ટ લગાવ્યો નહી હોય કે ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરી ન હોય તો તેની પાસેથી ૧૦૦૦નો દંડ વસુલાશે સાથોસાથ ૩ મહિના માટે લાયન્સ પણ રદ કરાશે. જો કોઈ ગાડી ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતો પકડાશે તો તેણે ૫૦૦૦ દંડ ભરવો પડશે અત્યારે આ દંડ ૧૦૦૦નો છે.
નવા બીલમાં રોડ સેફટી અને ડ્રાઈવીંગ લાયસન્સ સીસ્ટમમાં અનેક ફેરફાર કરવામા આવ્યા છે જો આ બીલ લાગુ થાય તો નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનુ મુશ્કેલ બનશે. રોડ સેફટીને બીલમાં વધુ મહત્વ આપવામા આવ્યુ છે. ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર ઉપર મોટો દંડ અને સજા થશે. દંડની રકમ પણ દર વર્ષે ૧૦ ટકા વધતી જશે. જો એમ્બ્યુલન્સને માર્ગ નહી અપાય તો પણ દંડ લાગશે. ડ્રાઈવીંગ લાયસન્સની પ્રક્રિયામાં સુધારા માટે કોમ્પ્યુટર અને કેમેરાની મદદથી ડ્રાઈવીંગ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
હવે કોમર્શીયલ ડ્રાઈવીંગ લાયસન્સ ૩ વર્ષને બદલે ૫ વર્ષ લાગુ રહેશે. આ સિવાય રીન્યુઅલ માટે ૧ વર્ષ પહેલા કે પછી પણ અરજી કરી શકાશે. જો અજાણ્યા વાહનની ટક્કરથી કોેઈનું મોત થાય તો તેને ૨૫ હજારનું વળતર અપાય છે પરંતુ હવે આ વળતર વધીને ૨ લાખ થશે. નવા કાનૂનમાં વિમા કંપનીએ એક મહિનાની અંદર કલેઈમની રકમ ચૂકવી દેવી પડશે. સરકારી સૂત્રોનું કહેવુ છે કે બીલમાં દિવ્યાંગો માટે રજીસ્ટ્રેશનની સુવિધા આપવા સહિત જૂના વાહનો હટાવવા માટે પણ નિયમ બનાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાયાવતી સામે હવે બળવો થઇ શકે છે : રિપોર્ટમાં દાવો
Next articleનવરાત્ર દરમિયાન મોદીનો કાર્યક્રમ ખુબ કઠોર રહે છે