(જી.એન.એસ.),ન્યુ દિલ્હી,તા.૧
એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પૈસામાં ઘટાડો કરી આમ જનતાની મજાક કરી રહી છે ત્યારે બીજી તરફ હવે એલપીજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૪૮ રૂપિયાનો તેમજ સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવતાં મોંઘવારીનો માર સહન કરતી જનતા પર આ એક વધારાનો બોજો આવી ગયો છે.
હાલ દેશમાં દરેક ૧૦૦ પરિવારમાંથી ૮૧ પરિવાર પાસે એલપીજી કનેકશન છે. ત્યારે એલપીજીના ભાવમાં આવો વધારો થતાં હવે દિલ્હીમાં રહેતા લોકોને સબસિડીવાળા સિલિન્ડર માટે ૪૯૩.૫૫ રૂપિયા અને સબસિડી વિનાના સિલિન્ડરના ૬૯૮.૫૦ રૂપિયા ચુકવવા પડશે. જ્યારે આવા સિલિન્ડરના કોલકાતામાં ૪૯૬.૬૫, મુંબઈમાં ૪૯૧.૩૧, ચેન્નઈમાં ૪૮૧.૮૪ થઈ ગયા છે. આમ મોંઘવારીનો માર સહન કરતી જનતા પર ગેસના ભાવ વધારારૂપી વધારાનો બોજો આવી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.