ગાંધીનગર મનપાનું માંડ ૨૯૨ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર : ૧૭૭. ૯૨ લાખની પુરાંત
(જી.એન.એસ.-રવિન્દ્ર ભદૌરિયા),તા.૨૯
ગાંધીનગર મહાનગર પાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ૨૯૧૮૨. ૯૯ લાખનાં આ અંદાજ પત્રમાં ૧૭૭. ૯૨ લાખની પુરાંત દર્શાવવામાં આવી છે. મૅયર રીટાબેન પટેલ દ્વારા રજૂ કરાયેલ આ બજેટ અંગે ચેરમેન દિગ્વિજયસિંહ ચાવડાએ માહિતી આપી હતી. મૅયર રીટાબેન પટેલે કમિશ્નરને એક મહીનામાં દરેક પત્રો, રજૂઆત અને કામોનો ઉકેલ લાવવા તાકીદ કરતાં જાણવ્યું હતું કે, નહીંતર કમિશ્નર વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરાશે.
આ બજેટ બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસની સાથે શાસક ભાજપનાં કોર્પોરેટરોએ પણ વિપક્ષની ભૂમિકા ભજવી કમિશ્નર રતનકંવર ગઢવીને ને ભીંસમાં લીધા હતા.વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા એ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં આક્રમક વલણ અને વિરોધ સાથે પ્રજાના રોષના કારણે ભાજપે વેરો વધારો પાછો ખેંચવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનાં કોર્પોરેટર હસમુખ મકવાણા,પીન્કી બેન અને જયરાજસિંહે વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી ગ્રાન્ટની સમયસર ફાળવણી કરવા સાથે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા પછી પણ નહીં થતાં કામો માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેને સમર્થન આપતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન દિગ્વિજયસિંહ તેમજ પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું હતું કે, મંજૂર ટેન્ડર છતાં કામ કેમ થતાં નથી. બબ્બે મહિના થવાં છતાં કર્મચારીઓના પગાર થતાં નથી. શું પૈસા પહોંચતા નહી હોવાથી કામો થતા નથી તેવો સવાલ તેમણે કર્યો હતો.
જયારે ધીરૂભાઈએ જણાવ્યું હતું કે, આ બજેટમાં અનુ. જાતિ માટે નાણાકીય જોગવાઈ કરી કાયદાંકીય જોગવાઈનો અમલ કરવો જોઈએ. આ ઉપરાંત સફાઈ કામદારોના પગારમાં એજન્સી દુરપયોગ કરી રહી છે તેમાં મિલિભગત હોવાનું જણાય છે. કોંગ્રેસના રાકેશ પટેલ ધ્વારા નવા સેક્ટરોમાં લાયબ્રેરી કરવા સાથે બાકી વેરામાં રાહત આપી વસુલાત માટે જણાવાયું હતું. તેમણે દિવ્યાગોને રોજગારી માટે આયોજન સાથે જૂના બગીચાનું રીનોવેશન કરવા માંગણી કરી હતી. તો કોંગ્રેસનાં ચીમનભાઈ વીંઝુંડા એ શાસક પક્ષ અને પ્રજાના કામ થતાં જ નહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, સફાઈ માટે માત્ર ૭ ટકા નાણાં અપૂરતા, છે અને પાર્કિંગ, રેનબસેરા અન્ય કામો માટે સર્વે કરાવવો જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.