(જી.એન.એસ),તા.૦૭
એસીસી અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આમને-સામને થશે. શુક્રવારથી મેન્સ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે જેમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. ચાર-ચાર ટીમોના બે ગ્રુપમાં બનાવવામાં આવ્યા છે. ગ્રુપ-એમાં ભારત, અફઘાનિસ્તાન, નેપાળ અને પાકિસ્તાન છે.. ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, જાપાન, શ્રીલંકા અને યજમાન યુએઈનો સમાવેશ થાય છે. ભારત તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે શુક્રવારે રમશે. આ જ દિવસે પાકિસ્તાન નેપાળ સામે પ્રથમ મુકાબલો રમશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. 15 ડિસેમ્બરે સેમિફાઈલ્સ મેચ રમાશે. 17 ડિસેમ્બરે દુબઈ આંતરરાષાટ્રીય સ્ટેડિયમ ખાતે એશિયા કપ અંડર-19 મેન્સ ટુર્નામેન્ટની ફાઈનલ યોજાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.