તેજસ ફાયટર એરક્રાફ્ટે મેડ ઈન ઈન્ડિયા એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર પ્રથમ લેન્ડિંગ કર્યું. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું છે. તેજસ વિમાન પણ ભારતમાં જ તૈયાર થયું છે. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટનો નેવી માટે પ્રોટોટાઇપ સોમવારે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં સશસ્ત્ર દળોએ સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા માટે ઐતિહાસિક સિદ્ધી ગણાવી.
અધિકારીઓએ જણાવ્યું કે આ સિવાય રશિયન બનાવટના મિગ-29 એરક્રાફ્ટને પણ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લેન્ડ કરવામાં આવ્યું હતું. INS વિક્રાંતથી LCAનું સફળ ટેક-ઓફ અને લેન્ડિંગ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના વિકાસ અને નૌકાદળ માટે મહત્વાકાંક્ષી ટ્વીન-એન્જિન ‘ડેક’ આધારિત લડાકુ વિમાનના ઉત્પાદનનો માર્ગ મોકળો કરવા માટે તૈયાર છે.
એક સંક્ષિપ્ત નિવેદનમાં, નેવીએ જણાવ્યું કે, “નેવીના પાયલોટ્સે INS વિક્રાંત પર LCAના લેન્ડિંગ સાથે, ભારતીય નેવીએ આત્મનિર્ભર ભારત તરફ એક ઐતિહાસિક ઉપ્લબદ્ધી પ્રાપ્ત કરી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એલસીએને INS વિક્રાંત પર લેન્ડ કરવાથી સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સાથે એરક્રાફ્ટ કેરિયર્સની સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીને સોંપ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.