Home ગુજરાત મેઘાણીનગરમાં અસામાજિક તત્વો ઉપર નેતાના આશીર્વાદ..? કોના ઈશારે આટલી ખુલ્લી દબંગાઈ..?

મેઘાણીનગરમાં અસામાજિક તત્વો ઉપર નેતાના આશીર્વાદ..? કોના ઈશારે આટલી ખુલ્લી દબંગાઈ..?

431
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૦૫

અમદાવાદ: મોડી રાત્રે પૂર્વ વિસ્તારના મેઘાણીનગર ખાતે આવેલ ચાલીઓમાં ઉભી રિક્ષાઓના ગ્લાસો તોડી રિક્ષાઓને હાલત બગાડી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. ત્યારે એક ઘટના ભુલાતી નથી તો બીજી બાજુ પણ ભાર્ગવ વિસ્તારના હનુમાન નાગર પાસે ત્રણ તારીખની રાત્રે એક ઉભી કારને અસમાજિક તત્વોએ તોડી પાડી હતી. ત્યારે અમદાવાદ મેઘાણીનગર, પ્રેમનગર,ચંદનનગર,વિદ્યાનગર,ખોમાજીની ચાલી માં ખૂની રમત રમાય છે, પણ આરોપી એટલા મોટા છે કે પોલીસ ના હાથે લાગતા નથી…? કે પછી આરોપી પોલીસ સ્ટેશન પહુંચે તે પેલા અરોપીઓને પોલીટીકલ સપોર્ટ મળી જાય છે..? જેથી આરોપી બિન્દાસ શેરીઓમાં લોહીની રમત રમીને છપ્પનની છાતી બતાવે છે.એવું લાગે છે કે ભાર્ગવ વિસ્તારના અસમાજિક તત્વોને કોઈ પોલીટીકલ સપોર્ટ હોય તેવું ચિત્ર સ્પષ્ઠ દેખાડી રહયા છે..? કારણ કે આ વિસ્તારમાં રહતા લોકો પણ હવે ત્રાસી ગયા છે, કાનુનના હાથ એટલા મોટા હોય છે જેનાથી ગમે તેટલો મોટો ગુન્હેગાર હોય તે બચી શકતો નથી, પરતું આજે મેઘાણીનગર પોલીસ અસમાજિક તત્વો સુધી કેમ પોહચી શકતી નથી..?
રવિવારની મોડી રાત્રે ૧૫ થી ૨૦ રીક્ષાઓને ત્રણ અસામાજિક તત્વો દ્વારા ધર્મેન્દ્ર પરિહારને છરી ના ઘા મારી ઈજા પહોચાડી હતી.ત્યારબાદ આજે રાત્રે પણ હનુમાન નગર પાસે પણ તોડ ફોડ કરી ફરી અસમાજિક તત્વો ફરાર થઈ ગયા હતા.બે દિવસ અગાઉ જૂની અદાવતમાં બનેલ ઘટનાનો ઉકેલ થયો નથી ત્યારે આજે રાત્રે ફરી એક ઘટના બની હતી. મેઘાણીનગરની પુષ્પાનગરમાં રહેતા રાહુલ કૈલાશભાઈ શર્મા દ્રઇવિંગ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે મેઘાણીનગરના અસામાજિક તત્વ દિપુ ઉર્ફે દિપક અને તેના ભાઈ બબલુ એ મળી ગલી બહાર ઉભી રહેલી ગાડીના કાંચ તોડી પડ્યા હતા. આજે કેટલાક લોકો રિક્ષાઓ અને કાર ચલાવી ઘર ચલાવે છે પરંતુ હવે તો ગાડી પણ નથી..! રીક્ષા પણ નથી…! તો કેવી રીતે કરશે ઘરનું ગુજરાન..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ સિવિલમાં રાજદીપ એજન્સીના કર્મચારીઓ પગાર માટે હેરાન..!? તંત્ર નિંદ્રામાં..?
Next articleમોરબી વાંકાનેરના ઢૂવા ગામે ભાજપા સહયોગી સંગઠનનું ૨૩મીએ યોજાશે કાર્યક્રમ