Home ગુજરાત મેઘરજના વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી પર 10 લોકોએ હુમલો કર્યો

મેઘરજના વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી પર 10 લોકોએ હુમલો કર્યો

20
0

આજકાલ સરકારી હોય કે બિન સરકારી કર્મચારીઓ તેમના માટે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવી જાણે જોખમી થઈ ગયું છે. ત્યારે મેઘરજના ડામોર ડુંઢા ગામે આરએફઓ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકા વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેહુલ દોમડાં સાંજે ફિલ્ડમાં ફરજના કામ અર્થે ડામોર ડુંઢા ગામ પાસેથી પોતાની કારમાં પસાર થતા હતા.

તે સમયે એકાએક દસેક લોકોનું ટોળું આવ્યું અને આરએફઓની કાર રોકી પથ્થર મારો કર્યો. જેથી આરએફઓ મેહુલ દોમડાંએ કાર ઉભી રાખી હતી. આસપાસના અન્ય લોકો આવી જતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આરએફઓ મેહુલ દામડાંએ મેઘરજ પોલીસમાં દસેકના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

આરએફઓના જણાવ્યા પ્રમાણે વન વિભાગની નક્કર કામગીરી કરાતી હોય છે. ત્યારે તેની અદાવતમાં હુમલો કર્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. જો કે મેઘરજ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમરેલીમાં બે શખ્શોએ વૃદ્ધને 33.60 લાખનો ચુનો લગાવ્યો, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા
Next articleચાણસ્માના પલાસરમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપ્યો, બે ફરાર થયા