Home દુનિયા - WORLD મેક્સિકોમાં ૩ વર્ષની બાળકી અંતિમ સંસ્કારમાં જીવતી થઈ, બાદ ફરી મોત થયું

મેક્સિકોમાં ૩ વર્ષની બાળકી અંતિમ સંસ્કારમાં જીવતી થઈ, બાદ ફરી મોત થયું

58
0

ત્રણ વર્ષની બાળકીને પહેલા મૃત જાહેર કરવામાં આવી, અંતિમ સંસ્કારના સમયે તે ફરી જીવતી થઈ અને થોડા કલાકો બાદ તેનું મૃત્યુ થઈ ગયું. આ ચોંકાવનારો મામલો મેક્સિકોનો છે. ડોક્ટરોએ ભૂલથી બાળકીને મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ જ્યારે તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી તો તે જીવતી થઈ ગઈ.

સ્થાનીક અખબાર એલ યુનિવર્સલ પ્રમાણે આ ઘટના ૧૭ ઓગસ્ટના મેક્સિકોના કે વિલા ડી રામોસમાં સામે આવી હતી. મૃત બાળકીનું નામ કૈમિલા રોક્સાના માર્ટિનેઝ મેન્ડોઝા જણાવવામાં આવ્યું છે. યુવતીની માતાએ સ્થાનીક હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલે જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. બાળકીને પેટમાં દુખાલો, ઉલટી અને તાવના લક્ષણો જણાયા બાદ પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો. સ્થાનીક બાળ રોગ નિષ્ણાંતે યુવતીના મારા મૈરી જેન મેન્ડોઝાને તેને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. પરંતુ ડોક્ટરે ત્રણ વર્ષની બાળકીને ડિસ્ચાર્જ કરતા પેરાસિટામોલનું પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું.

માતાએ એલ યુનિવર્સલને જણાવ્યું કે કૈમિલાની સ્થિતિ સતત બગડી રહી હતી, ત્યારબાદ તે તેને બીજા ડોક્ટર પાસે લઈ ગઈ. તે ડોક્ટરે બીજી દવા આપી અને માતાને બાળકીને ફળ અને પાણી આપવાનું કહ્યું હતું. પરંતુ તેની સ્થિતિમાં સુધાર થયો નહીં. ત્યારબાદ પરિવારે બાળકીને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કરાવી હતી.

ન્યૂયોર્ક પોસ્ટે માતાના હવાલાથી જણાવ્યું કે હોસ્પિટલના સ્ટાફે બાળકીને ઓક્સીજન આપવામાં ઘણો સમય લગાવી દીધો. આઉટલેટ અનુસાર બાળકીને ઇન્ટ્રાવેનસ ફ્લૂઇડ આપ્યાના ૧૦ મિનિટ બાદ ડોક્ટરોએ તેને હટાવી દીધુ અને મેન્ડોજાેને કહ્યું કે તે તેને બચાવી શક્યા નહીં. ડોક્ટરોએ બાળકીના મોતનું કારણ ડિહાઇડ્રેશન જણાવ્યું હતું. આગામી દિવસે જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી તો બાળકીના મિતાએ જાેયુ કે તેની બેટીને કોફિનમાં લાગેલ એક કાપની પેનલમાં રહસ્યમય રીતે ઝાકળ જામી ગઈ હતી. એજ રીતે જેમ કાચની અંદર કોઈ શ્વાસ લઈ રહ્યું હોય. પહેલા ત્યાં હાજર લોકોએ આ વાતને નકારી દીધી હતી. પરંતુ બાળકીની દાદીએ કૈમિલાની આંખો હલતી જાેઈ અને કોફિન ખોલીને જાેયુ તો જાણવા મળ્યું કે તેનો શ્વાસ ચાલી રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે યુવતીને ફરી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને ફરી જીવિત કરવાનો પ્રયાસ કર્યો અને પછી તેને મૃત જાહેર કરી દીધી. આ વખતે મોતનું કારણ સેરેબ્રલ એડિમા જણાવવામાં આવ્યું હતું. મેન્ડોજાએ હવે તે ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે, જેણે બાળકીને મૃત જાહેર કરી દીધી હતી. મહિલાએ એલ યુનિવર્સલને કહ્યું કે તેની ડોક્ટરો વિરુદ્ધ કોઈ દુશ્મની નથી. પરંતુ તેની ઈચ્છા આ પ્રકારની ઘટના ફરિયાદ ન થાય તેવી છે. સૈન લુઇસ પોટોસી સ્ટેટ એટોર્ની જનરલે એક તપાસ શરૂ કરી દીધી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field