(GNS),06
દુનિયામાં 2 પ્રકારના લોકો જોવા મળે છે. એક જે જીવનને સાદગીથી જીવવામાં માને છે અને બીજા જે હજારો રુપિયાનો ખર્ચ કરીને પોતાના જીવનને આનંદથી જીવવા માંગે છે. આધુનિક સમયમાં લોકો સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને દેખાડો કરતા થઈ ગયા છે. લગ્ન જેવા જીવનના મહત્વના પ્રસંગોમાં લોકો લાખો રુપિયા ખર્ચીને નવા નવા અખતરાઓ કરતા હોય છે. આવા પ્રસંગમાં ઘણીવાર અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સને દંગ કરી દેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મેક્સિકોનો છે. એક કપલ પોતાની આવનારી સંતાન છોકરી છે કે છોકરો તેની જાહેરાત કરવા માટે એક નાની ઈવેન્ટનું આયોજન કરે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખુલ્લા મેદાનમાં આ કપલના સ્નેહીજનો ભેગા થયા છે. કપલ સરસ કપડા પહેરીને ઈવેન્ટમાં હાજર થાય છે. આ ઈવેન્ટને યાદગાર બનાવવા માટે કપલે ખાસ આયોજન કર્યુ હતુ. આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ઉડતા પ્લેનમાંથી કલર પાઉન્ડર ફેંકવાનો સમય હતો. પણ આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાય જાય છે જ્યારે પ્લેન ઈવેન્ટ સ્થળ પરથી પસાર થવાને બદલે ક્રેશ થઈ જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈવેન્ટ સ્થળની ઉપરથી પ્લેન પસાર થાય છે અને કોઈ કારણસર થોડે દૂર જઈને પ્લેન ક્રેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.