ભોપાલમાં જાંગલમાં ત્યજી દેવાયેલી કારમાં મળેલ વસ્તુ અધિકારીના ખાસ વ્યક્તિની હોવાનું સામે આવ્યું
મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરા વિભાગે પૂર્વ અધિકારીને પાડેલા દરોડા દરમિયાન, ત્યજી દેવાયેલી કારમાંથી સોનું અને રોકડ રૂપિયા મળી આવેલ એ પૂર્વ અધિકારીના ખાસ વ્યક્તિની કાર હોવાનું સામે આવ્યું
(જી.એન.એસ),તા.21
ભોપાલ (મધ્યપ્રદેશ)
મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરા વિભાગે પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં પાડેલી રેડમાં ખૂબ મોટા પ્રમાણમાં સોના-ચાંદી અને રોકડ રકમ મળી આવ્યા છે.ગઇકાલે મેંદોરી ગામના જંગલમાંથી એક ત્યજી દેવાયેલી કારમાંથી લગભગ 52 કિલો સોનું અને કરોડો રૂપિયાની કિંમતના બંડલ મળી આવ્યા હતા. સોનાની કિંમત 40.47 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. 10 કરોડની રોકડ પણ મળી આવી છે. આ કાર પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહની કાર હોવાનું સામે આવ્યુ છે. જે પછી પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડા પાડતા ઘરમાં થયેલી કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માને ત્યાં રેડ પાડતા ઘરમાંથી 40 કિલો ચાંદી મળી આવી છે.સૌરભ શર્માએ ઘરમાં જમીનની અંદર ચાંદીની ઈંટો દાટી રાખી હતી.જે પછી ઘરમાંથી એટલી રોકડ મળી કે ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા છે. આ પહેલા સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહની કારમાંથી સોનું મળ્યું હતું. કાર ભોપાલ પોલીસ અને આવકવેરા વિભાગે રતીવાડ વિસ્તારમાં સ્થિત મેંદોરીના જંગલોમાંથી મળી આવી હતી. આ કાર પર RTO લખેલું હતુ. આટલું સોનું અને રોકડ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. હાલમાં અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ડીસીપી ભોપાલ ઝોન-1 પ્રિયંકા શુક્લાએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે રતીવા઼ડ વિસ્તારના મેંદોરીના જંગલમાં એક કાર ત્યજી દેવાયેલી છે. ત્યાં પહોંચીને ખબર પડી કે કારની અંદર લગભગ 7 બેગ હતી. બેગની તપાસ કરવામાં આવી તો તેમાંથી 52 કિલો સોનું અને પૈસાના બંડલ મળી આવ્યા. આ કાર ગ્વાલિયરના રહેવાસીના નામે નોંધાયેલી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.