Home મનોરંજન - Entertainment મૂળ ગુજરાતી મહાન સંગીતકાર કલ્યાણજીની પુણ્યતિથિએ જાણો

મૂળ ગુજરાતી મહાન સંગીતકાર કલ્યાણજીની પુણ્યતિથિએ જાણો

42
0

એક સમયની મહાન સંગીતકાર જાેડી કલ્યાણજી-આણંદજીમાંથી કલ્યાણજીની આજે એટલે કે ૨૪ ઓગસ્ટે પુણ્યતિથિ છે. આનંદજી જેટલા હસમુખ હતા કલ્યાણજી એટલા જ ગંભીર પ્રકૃતિના હતા. બંનેએ મળીને ૨૫૦થી વધુ ગીતો આપ્યા છે, જે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમર બની ગયા છે. આજે વાત કરીશું કલ્યાણજીની. જેઓ એક ગરવા ગુજરાતી પણ હતા. કલ્યાણજીનો જન્મ કચ્છમાં થયો હતો. તેમની શરૂઆતથી જ સંગીત પર પકડ હતી. કારણ કે તેમના દાદા-દાદીની લોકસંગીત પર સારી પકડ હતી. એટલે કહી શકાય તે તેમની રગોમા સંગીત દોડતું હતું. અનેક મીડિયા રિપોર્ટસમાં તેની સંગીત શિક્ષાને લઈને અનેક કહાનીઓ છે. જેમાંથી એક છે કે,કલ્યાણજી-આનંદજીના પિતા વીરજી શાહ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા. અને બંને ભાઈઓ ત્યા મદદ કરતા હતા. આ દુકાન પર એક ઉસ્તાદ આવતા હતા, જેમને સંગીતની ખૂબ જ ઊંડી સમજ હતી. કહેવાય છે કે, આ ઉસ્તાદ વીરજી શાહની દુકાનથી સામાન ઉધાર લઈ જતા હતા. આવી રીતે ઉધાર લેતા લેતા ઉસ્તાદજીની ઉધારી ખૂબ જ વધી ગઈ. તો વીરજી શાહે તેમને કહ્યું કે, પહેલા પૈસા ચૂકવો પછી સામાન લેજાે. ઉસ્તાદજીએ કહ્યું કે, તેમની પાસે પૈસા તો નથી પરંતુ સંગીત છે. ત્યારે વીરજીએ કહ્યું કે, આ મારા બંને દીકરા છે. તેમને લઈ જાઓ અને સંગીત શિખવો. અહીંથી તેમની સંગીતની શિક્ષા શરૂ થઈ. જાે કે, આ કિસ્સો કેટલો સાચો છે એના પરથી પડદો તો કલ્યાણજી-આનંદજીમાંથી આનંદજીએ ઉઠાવ્યો હતો.તેમણે આ કહાનીને ખોટી ગણાવતા કહ્યું હતું કે, સંગીત કોઈ એવી વસ્તુ નથી જેને તમે પૈસા આપીને ખરીદી શકો. જાે એવું હોય તો દરેક વ્યક્તિ સંગીકાર બની ગયો હોત. અમે એકવાર મજાકમાં આ વસ્તુ કોઈને કહી હતી. પરંતુ તેમાં સચ્ચાઈ નથી. અમે મજાકમાં કોઈને આ વાત કહી હતી. પરંતુ આ વાતમાં સચ્ચાઈ નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field