Home દેશ - NATIONAL મુસલમાનોએ પ્રધાનમંત્રીને બિરદાવ્યા અને કહ્યું, “ત્રિપલ તલાક’ કાયદા મુદ્દે અલ્પસંખ્યકો માટે સારા...

મુસલમાનોએ પ્રધાનમંત્રીને બિરદાવ્યા અને કહ્યું, “ત્રિપલ તલાક’ કાયદા મુદ્દે અલ્પસંખ્યકો માટે સારા કામ કર્યા”

53
0

મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે પીએમ મોદીએ અમૃતકાળમાં અલ્પસંખ્યકોના કલ્યાણ માટે પ્રશંસનીય કામ કર્યું છે. નેતાઓએ કહ્યું કે સારા કામના હંમેશા વખાણ થવા જોઈએ. પીએમ મોદીના કાર્યકાળમાં મુસલમાનોના કલ્યાણ પર ખુબ ફોકસ કરાયું છે. ઓલ ઈન્ડિયા માઈનોરિટી કોન્ક્લેવમાં અહમદિયા મુસ્લિમોએ કહ્યું કે ત્રિપલ તલાક પર મોદી સરકારે જે નિર્ણય લીધો તે પ્રશંસનીય છે.

અહમદિયા મુસ્લિમ સમુદાયના વિદેશ મામલાઓના નિદેશક અહેસાન ગૌરીએ કહ્યું કે મોદી સરકારનું ત્રિપલ તલાક બિલ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણની દિશામાં લેવાયેલું પ્રશંસનીય પગલું છે. ઈસ્લામમાં પણ ત્રિપલ તલાકને માનવામાં નથી આવતું. મુસ્લિમ સંગઠનોના અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

તમામે કહ્યું કે અલ્પસંખ્યકોના હિતમાં મોદી સરકાર ભેદભાવ વગર કામ કરે છે. આ અગાઉ પહેલા ક્યારેય કોઈ પણ સરકારે આવું કામ કર્યું નથી. આથી સારા કામના હંમેશા વખાણ થવા જોઈએ. અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના અધ્યક્ષ તારિક અહેમદે કહ્યું કે ત્રિપલ તલાક પર કાયદો લાવવા બદલ પ્રધાનમંત્રીના નિર્ણયને અમે બિરદાવીએ છીએ. તેનાથી મુસ્લિમ મહિલાઓના જીવનમાં મહત્વના ફેરફાર આવવા લાગ્યા છે. ઈસ્લામ પણ ત્રિપલ તલાકને સ્થાન આપતું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રિમ કોર્ટે દેશના તમામ પોલીસ સ્ટેશનોને આપ્યો આદેશ, પાલન ન થયું તો લેવાશે આ પગલું
Next articleગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં કેમ પડી રહી છે રેકોર્ડતોડ ગરમી? : હવામાન વિભાગે આ કારણ જણાવ્યું