(જી.એન.એસ),તા.૧૨
મુંબઈ,
રણજી ટ્રોફી ફાઈનલમાં મુશીર ખાને 19 વર્ષ અને 14 દિવસની ઉંમરમાં સદી ફટકાવનાર સૌથી યુવા મુંબઈ બેટ્સમેનના રુપમાં સચિન તેંડુલકરે રેકોર્ડનો રેકોર્ડ તોડ્યો છે. 255 બોલમાં સદી ફટકારી છે. 10 માર્ચ રવિવારથી મુંબઈ અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાલમાં મુંબઈ ખુબ આગળ નીકળી ચૂકી છે, પરંતુ મુંબઈની શરુઆત કાંઈ ખાસ રહિ ન હતી પરંતુ ત્રીજી ઈનિગ્સમાં આ વખતે મુશીર ખાને શાનદાર બેટિંગ કરી છે.આ સાથે રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે. મુશીર ખાનની બેટિંગે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. મુંબઈ માટે ફાઈનલમાં પણ તેની શાનદાર ઈનિગ્સ રમી છે. જેના પર તેમના પિતા નૌશાદ ખાનનું ખાસ રિએક્શન આવ્યું છે.
મુશીર ખાને વિદર્ભ વિરુદ્ધ રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બીજા દિવસે શાનદાર સદી ફટકારી છે. મુશીર ખાન મોટા ભાઈ સરફરાઝ ખાનની જેમ રનનો ભુખ્યો છે. કારણ કે, તેની જર્સી જોઈન સ્પષ્ટ થાય છે. એક એક રન તેના માટે મહત્વના છે. મુશીર ખાનના રન બનાવવાની ગતિ જોઈ તેના વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. આવનાર સમયમાં ભારત માટે એક હિરો સાબિત થઈ શકે છે. મોટા ભાઈએ ટેસ્ટમાં ડેબ્યુ કરી ભારતનું નામ રોશન કર્યું તો. નાના ભાઈએ અંડર 19 વર્લ્ડકપ બાદ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા. પિતાએ તાળીઓ પાડી ખુશ થયા હતા. રણજી ટ્રોફી ફાઈનલમાં મુંબઈના બેટ્સમેન મુશીર ખાને 12 માર્ચના રોજ વિદર્ભ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં 255 બોલમાં સદી ફટકારી છે. તે સચિન તેંડુલકરને પછાડી રણજી ટ્રોફી ફાઈનલમાં સદી ફટકાવનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે.તેંડુલકરે આવું 29 વર્ષ પહેલા કર્યું હતુ. હવે તેની સામે તેનો જ રેકોર્ડ સરફરાઝ ખાનના ભાઈએ તોડ્યો છે.છેલ્લા 3 મહિનામાં ચોથી સદી ફટકારી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.