સ્વર્ણિમ સંકુલ – સચિવાલય ખાતે ભાજપના એક નિવૃત – જુના નેતા મળી ગયા . શરૂઆત ભૂતકાળ વાગોળવાથી થઇ આખરે વર્તમાનમાં આવી ગયા . ભાજપના ઘણા જુના આગેવાનો મળે તારે મોટા ભાગના ધુખી જ જોવા મળે છે . “ આપણે મહેનત કરી અને જલસા બીજા કરે છે , આ તો બધા સુખના સંગાથી છે , કટોકટી ફરી આવે તો કોઈ તકે નહિ .” આવા નિઃસાસા નાખતા હોય છે . પરંતુ આ નેતાએ આવી કોઈ વાત કરવાના બદલે વર્તમાનને સ્વીકારીને કહ્યું “ આપણે સેના માટે મહેનત કરતા હતા ? સત્તા પ્રાપ્તિ માટે જ ને ! આપણે કશું ઉકાળી ન શક્યા એ નરેન્દ્રભાઈ એ ઉકાળ્યું . તો હરખાવાનું જ હોય ને !”
મિત્રને કહ્યું કે પણ તમે જે ભાજપ જોયો હતો એ આજે છે ? તો જવાબ મળ્યો “ જુઓ , એ બધું હવે તમે ભૂલી જાવ . આ નરેન્દ્રભાઈ ભાજપના ખરા કે નહિ ? તો નરેન્દ્રભાઈ જે કહે તે ભાજપ કરે છે . નરેન્દ્રભાઈ એટલે ભાજપ .”
મિત્રને વધુ એક સવાલ કર્યો કે જનસંઘ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના એકાત્મ વાદ મુજબ ચાલતો હતો – વિચારતો હતો . અત્યારે છેવાડાના માનવીની ચિંતા થતી હોય એવું લાગે છે ? તો હકારાત્મક નેતાએ કહ્યું “ અરે ભઈ , નરેન્દ્રભાઈ તો ઈતિહાસ રચવા માટે જ બધું કરે છે . આપણે સૌ આજ નું જ વિચારીએ છીએ , આપણા નરેન્દ્રભાઈ નું દરેક કદમ આવતીકાલના ઇતિહાસને અનુરૂપ હોય છે . તમે એક એક યોજના જુઓ . અત્યારે સરદારની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જ વાત કરો . તેનાથી ગુજરાતને શું ફાયદો થશે એ વાત બાજુ પર મુકો . પરંતુ ઈતિહાસ તો નરેન્દ્રભાઈ ની તક્તી દ્વારા જ રચાવાનો છે ને ! હું તો ત્યાં સુધી કહીશ કે ભવિષ્યમાં ઈતિહાસકારો જે પણ વિષય ઉપર ગ્રંથો લખશે તેમાં એક અલાયદુ અને મોટું ચેપ્ટર આપણા નરેન્દ્રભાઈ નું જ રહેશે . તેમના વિના ઈતિહાસ અધુરો રહેશે . આવા ઇતિહાસના રચનારા વડાપ્રધાન માટે આપણે ગૌરવ લેવો જોઈએ . લોકો નકામી ટીકાઓ કરીને દુઃખી થાય છે . આ મહાત્મા મંદિરના પાયામાં આપણા નરેન્દ્રભાઈ એ જાતે ઈતિહાસ લખીને દાટ્યો છે . એ ટાઈમ કેપ્સ્યુલ જયારે બસો – પાંચસો વર્ષ પછી કોઈ વાંચશે તો ઈતિહાસ જ સર્જાવાનો છે ને ! એટલે બાકી બધું ભૂલી જઈ વાહ વાહ કરીને સુખી થવાનું રાખો . આપણે શું કર્યું , સેના માટે કર્યું એ બધું હવે ભૂલી જાવ . આ અડવાણી જી અને સુષ્માજી જો બધું ભૂલી જઈને વાહ વાહ કરતા હોય , તો આપણે કઈ વાડી ના મૂળા . લોલમ લોલ કરો – જલસા કરો . દુઃખી થાવું નઈ .” આટલી શિખામણ આપી નેતા એ ચાલતી પકડી .
પર પ્રાંતિય ની ગુજરાતમાં લાગેલી આગ કંઈ કેટલાય ને દજાડશે
સાબરકાંઠા જિલ્લામાં એક માસુમ બાળા પરના અત્યાચાર અને ખૂન પછી શરુ થયેલી પરપ્રાંતિયો વિરુદ્ધ ની લડતથી ભાજપ સરકાર અને કોંગ્રેસ પક્ષ બંને મુશ્કેલીમાં આવી ગયા છે . પ્રારંભમાં ઘટના ના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આંદોલન કર્યું . આંદોલન પરપ્રાંતિય નાગરીકો પરના હુમલામાં પરિવર્તિત થવા લાગ્યું અને ત્યાર પછી નાં ઘટનાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી જાહેર થવા લાગી . આ મુદ્દો એટલો આળો છે કે તે કંઈ કેટલાયને દઝાડી દેશે . આથી તો ગુજરાતની ભાજપ સરકારને વડાપ્રધાને કડક શબ્દોમાં ચેતવણી – શિખામણ કે આદેશો આપવા પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
હવે આ પરપ્રાંતિય વિરુદ્ધની સાજીશ માટે ભાજપ કોંગ્રેસ પર દોષનો ટોપલો ઠાલવે છે , તો કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરે છે . આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ તો ઉત્તરપ્રદેશ માં જઈને કહ્યું કે બિહારના કોંગ્રેસના પ્રભારી એ આ સાજીશ રચી છે . આથી શક્તિસિંહ ગોહિલે , જેઓ બિહારના પ્રભારી છે , તેઓ લાલઘુમ ચહેરે ગુજરાતમાં આવીને મુખ્યમંત્રીને અદાલતમાં ઢસડી જવાની ચીમકી ઉચ્ચારી છે .
એક વાત સ્પષ્ટ છે કે સરકાર પાસે તંત્ર છે . તેઓ જાણી શકે છે કે હુમલાઓ કોણ કરે છે અને કોણ કરાવે છે . સરકાર તાત્કાલિક પગલા પણ લઇ શકે છે . પરંતુ મારા – તારા કરવામાં આખી વાત વણસી ગઈ છે . જો ભાજપના કાર્યકરોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપીને રોક્યા હોત તો આજે ભાજપ સરકારની ઊંઘ હરામ થવા સુધીની નોબત આવી ન હોત .
રાજ્યપાલે ધારાસભ્યોની દિવાળી સુધારી –પગાર વધારો મંજુર કર્યો
જે દિવસે રાજ્યપાલે ધારાસભ્યોના પગાર વધારા બીલને મંજુર કર્યું , એજ દિવસે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ની પત્રકાર પરિષદ હતી . એક પત્રકારે ધાનાણી ને અભિનંદન આપ્યા . તો દંભને આગળ કરી ધાનાણી એ કહ્યું “ જુઓ , આ બિલ ભાજપ સરકાર જાતે લાવી હતી . કોંગ્રેસે કોઈ માંગણી કરી ન હતી . એટલે કોંગ્રેસ નો આમાં કોઈ રોલ નથી .”
ધાનાણીની આ વાત પત્રકારોને ગળે ઉતરી નહિ . સામે દલીલ થઇ કે સર્વસંમતી થી બિલ પસાર કરવું એટલે કોંગ્રેસનો રોલ ભાજપ જેટલો જ ગણી શકાય. બીજું , કોંગ્રેસના ચરોતરના સુખી સંમૃધ્ધ ધારાસભ્ય નિરંજન પટેલે વારંવાર છેલ્લા ત્રણ – ચાર વર્ષથી જયારે પણ કોઈ વિષય ઉપર બોલવા ઉભા થાય ત્યારે પગાર વધારવાનું સુચન અવશ્ય કરતા હતા . કોંગ્રેસની આ માંગણી હતી એવું કહી શકાય . ઉપરાંત આ બિલ પસાર થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ મીડિયા સમક્ષ ઉગ્રતા પૂર્વક કહ્યું કે આમાં ખોટું કશું નથી . આટલા પગારમાં અમને પોસાતું નથી . જ્યારે ધાનાણી ને કહેવામાં આવ્યું કે આતો સેવાનું ક્ષેત્ર છે , તેમાં ન પોસાય એવું શું છે ?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.