(જી.એન.એસ)તા.૧૭
ધંધુકા,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના પરિસરમાં શ્રી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ટ્રસ્ટી સ્વ.શ્રી ધરમશીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે RMS હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક પણ યોજી હતી અને હોસ્પિટલ વિશેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરત પંડ્યા તથા RMS હોસ્પિટલના પ્રમુખ શ્રી ઓધવજીભાઈ મોણપરા, મંત્રી શ્રી ભીમજીભાઈ સુતરીયા, ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ મોરડીયા, શ્રી ડો.પુરોહિત તથા હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.