Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ 2025-2026 માટે બજેટ રજૂ કર્યું

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ 2025-2026 માટે બજેટ રજૂ કર્યું

39
0

દિલ્હી મેટ્રો માટે 2929 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (25મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. ભાજપ સરકારે 26 વર્ષ પછી દિલ્હીનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હીનું બજેટ પહેલીવાર પેપરલેસ હતું. આ બજેટમાં દિલ્હીની હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા, ઈ બસ, દિલ્હી મેટ્રો, સામાજિક પેન્શન યોજના, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, મુખ્યમંત્રી શ્રી શાળાઓ વગેરે લગતી પ્રજાલક્ષી યોજનાઓ માટે નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.

આ બજેટ 2025-2026 માટે લગભગ એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. આ દરમિયાન સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5 ટકા વધુ છે.’

દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ ઉપરાંત યમુનાની સપાઈ માટે 500 કરોડ રૂપિયાના ખાર્ચે 40 ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય.  40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી 2000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.

વધુમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 100 સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 1.5 કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. 7000 વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ 10થી 11 સુધીના 1200 બાળકોને 7.5 કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે 618 કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે 500 કરોડ રૂપિયા અને ITI માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field