Home ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી

14
0

(જી.એન.એસ) તા. 29

જામનગર,

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર બપોરના સમયે, વરસાદગ્રસ્ત જામનગર, દેવભૂમિ દ્વારકા મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર પહોચ્યાં હતા. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લામાં અતિશય ભારે વરસાદ થયો છે. જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે એરપોર્ટ ખાતેના મિટિંગ હોલમાં બેઠક યોજી જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવશે. સીએમ ભુપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા આવ્યા. અહીંયા તેમણે રામનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત લીધી અને ખંભાળિયા તાલુકા મંડળના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ત્યાર બાદ સોનલ માં મંદિર પાસે સેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ કલેકટર ઓફિસ ખાતે બેઠક કરી હતી.

જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજાની પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક કરી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી કામગીરી કરવા સૂચન આપ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વીજળીની સમસ્યા સર્જાઈ છે. વીજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી. તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. આ માટે  વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લાની વરસાદી સ્થિતિ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ-રાહત પગલાની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. તદઅનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલ નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી. આ જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાઓને નુકસાન થયાની તેમજ 25 પશુમૃત્યુ, 1 માનવ મૃત્યુ અને બે વ્યક્તિઓને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી, મુખ્યમંત્રીશ્રીએ વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી. દેવભૂમિ દ્વારકામાં 272 વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોના રિપેરીંગ હાથ ધરી બનતી ત્વરાએ વાહન વ્યવહાર યુક્ત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રી સાથે આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા ધારાસભ્યો, પદાધિકારીઓ, પ્રભારી સચિવ શ્રી એમ. એ. પંડ્યા અને અધિકારીઓ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિપેરેબિલિટી ઇન્ડેક્સની દરખાસ્ત માટે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં રાઇટ ટુ રિપેરિંગ પર રાષ્ટ્રીય વર્કશોપ
Next articleહોરર કોમેડી ફિલ્મ  ‘સ્ત્રી 2 : સરકટે કા આતંક’ ટુંક જ સમયમાં OTT પર આવશે