(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૭
આજે સમગ્ર ભારતમાં જન્માષ્ટમીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો મધ્યરાત્રિની પ્રાર્થનામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને કૃષ્ણની મૂર્તિઓને નવા વસ્ત્રો અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ‘દહી હાંડી’ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દેશભરમાં ભારે ઉત્તેજના છે. દિલ્હી-યુપીથી લઈને ગુજરાતના મથુરા અને અમદાવાદના ઇસ્કોન સુધીના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રે થયો હતો. શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે, વ્હાલનાં વધામણાં કરવા માટે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે અને સામાન્ય જનતાની મુખ્યપ્રધાને પણ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.