Home ગુજરાત ઉત્તર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કરી

48
0
Chief Minister of Gujarat – Bhupendra Patel – Adalaj Trimandir Visit

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા તથા દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે. તેમણે ઉમેર્યુ કે, વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહિ, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત ના CM ભૂપેન્દ્ર પટેલ ની 2.0 સરકાર
Next articleઅરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘર્ષણ બાદ એક્શનમાં છે સરકાર, પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક