(GNS),13
મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ કર્યા છે. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની રાજનીતિના મહારથી બન્યા. મૃદુ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વના કારણે ભૂપેન્દ્ર પટેલને ‘દાદા’નું હુલામણુ નામ મળ્યું છે. તો મજબૂત નેતૃત્વ અને કાર્યક્ષમ વહીવટના કારણે જ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી અને દેશનું રોલ મોડલ રાજ્ય બન્યું. સરળ વ્યક્તિત્વ ધરાવતા ‘દાદા’ કડક નિર્ણયો માટે પણ જાણીતા છે. પાછલા 2 વર્ષમાં CM તરીકે ભૂપેન્દ્ર પટેલે કેટલાક દમદાર નિર્ણયો પણ લીધા છે. જે ચર્ચાનું કારણ પણ બન્યા હતા. જેમાં વિનાશક બિપોરજોય વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ની વાત હોય કે પછી દ્વારકાના દરિયાકાંઠે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની વાત હોય. CM તરીકે આ નિર્ણયોને ભૂપેન્દ્ર પટેલની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. એટલું જ નહીં સતત ભરતી પરીક્ષાના પેપરલીક થવાની ઘટનાઓ પર, પેપર લીક વિરોધી કાયદો બનાવીને પેપરકાંડ પર બ્રેક પણ દાદાએ જ મારી હતી. તો દેશમાં પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ કરવાનો નિર્ણય પણ ગુજરાત સરકારે લીધો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.