Home ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી

28
0

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનશ્રીના નેતૃત્વ માં  નાણાં ની કોઈ મુશ્કેલી વિકાસ કામો માટે પડતી નથી.

બે દાયકા પહેલાં દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક હરિફાઇમાં હતું : મુખ્યમંત્રીશ્રી

પ્રભુ શ્રીરામના કર્તવ્યપાલનના ગુણને  જીવનમાં ઉતારીએ : મુખ્યમંત્રીશ્રી

(જી.એન.એસ),તા.૨૧

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના જનસુખાકારીનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ  રવિવારે, વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યુ હતુ, ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં કહ્યુ હતુ કે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે તે સિદ્ધિ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે. આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ  મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો  થાય છે.

આવતીકાલે ભગવાન શ્રીરામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે. આજે આપણે રામમય બન્યા છીએ ત્યારે પ્રભુ શ્રીરામના કર્તવ્યપાલનના ગુણને પણ જીવનમાં ઉતારીએ તેવી હર્દય સ્પર્શી અપિલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બે દાયકા પહેલાં 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટની શરુઆત કરી તે સમયનાં તેમનાં વિઝનને આજે દેશ અને દુનિયા સ્વીકારી રહ્યાં છે. તે સમયે જ્યારે દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક સ્તરે હરિફાઇમાં હતું. વિશ્વભરમાં લોકો આજે  ભારત તરફ મીટ માંડે છે તે વડાપ્રધાનશ્રીની દૂરંદેશીને આભારી છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા,  સ્વાસ્થ્ય ,યોગ,સ્પોર્ટ્સ, ડિજિટલ પેમેન્ટ, વ્યસનમુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો  આગ્રહ,  મિલેટ શ્રી અન્નને પ્રોત્સાહન વગેરે બાબતોને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અપિલ કરી હતી.

શ્રી ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું. પ્રભારી સચિવશ્રી અને રાહત કમિશનરશ્રી આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે.

ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું.  મેયરશ્રી ભરતભાઇ બારડે સમારોહને સંબોધતા કહ્યુ હતુ કે જનસુખાકારીના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સમગ્ર જિલ્લો મુખ્યમંત્રીશ્રીનો આભાર માને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી થઇ રહેલાં કામોએ અમારી શ્રદ્ધા વધુ મજબૂત કરી છે. સમારોહની આભારવિધિમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ તેમજ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માની ઋણ સ્વીકાર કર્યુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ગોહિલ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર,મહાનગરપાલિકા કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નરશ્રી જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા , મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી એમ.એમ.ત્રિવેદી, સ્થાનિક આગેવાનોશ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી રાઘવજીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો,અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘શરીર દિવ્યાંગ પરંતુ શ્રધ્ધા મક્કમ’ : રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો
Next articleદૈનિક રાશિફળ (તા.૨૩-૦૧-૨૦૨૪)