Home ગુજરાત મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ

મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ

26
0

સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે

અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ

(જી.એન.એસ),તા.૧૭

અમદાવાદ,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.
આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) શ્રી ઉમંગ પટેલે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા
Next article૬ નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં ૧૦૯ કામો માટે રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી