Home ગુજરાત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત  રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત  રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ

22
0

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો.

(જી.એન.એસ) તા. 9

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

     આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા  કરતા આવ્યા છે.આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે  દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે  માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે.ઓગસ્ટ માસ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય કે  પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવત હોય આઝાદીકાળમાં આદિવાસીઓએ  પોતાનુ  મહત્નું યોગદાન આપ્યુ છે.ભારત દેશને પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ  મળ્યા છે. વડાપ્રધાનશ્રીએ આદિમ જુથોના ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે.

માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા  આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે.

આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-2 માં વધુ એક લાખ કરોડ જોગવાઈ તેમજ 30 હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન  રોજગારી થકી  જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.

 પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અંતર્ગત ઉન્નત ગ્રામ  યોજના અંતર્ગત દેશના ૬૩ હજાર ગામોના પાંચ કરોડ આદિજાતિ લોકોનો સો ટકા વિકાસ કરવાની નેમ લીધી છે આદિમ જૂથ એવા જૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લાખ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રધાનમંત્રી જન મન અભિયાન યોજાયું.

આદિજાતિ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારમાં રહી શિક્ષણ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવી છે. આદિજાતિ બાળકોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ અપાવી આદિજાતિ બેઠકો સંપૂર્ણ ભરાય તે રીતે 360 ડીગ્રી પરિવર્તન લાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિજાતિ વિકાસને વેગ મળ્યો છે અને મેડિકલ એન્જિનિયરિંગ માટે કોચિંગની સુવિધા ઉભી થતા આદિજાતિ વિદ્યાર્થીઓ આજે મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ લઈ રહ્યા છે.

      ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાજ્યમાં કુલ રૂ. ૪૧૧.૩૭ કરોડના ૨૨૪૦ કામોનુ ખાતમુહર્ત તથા રૂ.૬૦૨.૭૮ કરોડ ૨૦૫૩ કામોનુ લોકાર્પણ આમ કુલ રૂ. ૧૦૧૪.૧૪ કરોડના કુલ ૪૨૯૩ કામોનુ લોકાર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું.

     જે પૈકી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લામાં રૂ. ૩૭૬૨.૮૮ લાખના ૨૧૬ કામોનું ખાતમુહર્ત તથા રૂ.૨૦૯૧.૩૭ લાખના ૧૯૭ કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ વિભાગના ૭૬૧૮ લાભાર્થીઓને રૂ.૪૬૮૨.૦૦ લાખના વ્યક્તિગત લાભો આપવામાં આવ્યા.

વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમુદાયના વિધ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આ વિસ્તારના બાળકના હસ્તે લખાયેલ કાવ્ય ગ્રંથનું વિમોચન કર્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વીડી ઝાલા સભ્ય શ્રી રમણલાલ વોરા પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી જીપી ગુપ્તા, રેન્જ આઈ જી શ્રી મનીષ સિંગ, સાબરકાંઠા કલેક્ટર શ્રી નેમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત ભાજપ મહિલા મોરચા PM મોદીને 25 હજાર રાખડી અને પત્રો મોકલશે
Next articleસરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી; ડેમમાંથી ૨૮,૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું