Home દેશ - NATIONAL મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંબોધતા પીએમ મોદીએ અપીલ કરી કે ન્યાય...

મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંબોધતા પીએમ મોદીએ અપીલ કરી કે ન્યાય જનતાની ભાષામાં હોવો જોઈએ

37
0

(જી.એન.એસ),તા.૩૦
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા દેશમાં જ્યાં એક બાજુ જ્યુડિશિયરીની ભૂમિકા બંધારણ સંરક્ષકની છે, જ્યારે legislature નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ બંને ધારાઓનો આ સંગલમ, આ સંતુલન દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય જજોનું આ સંયુક્ત સંમેલન આપણી બંધારણીય સુંદરતાનું જીવંત ચિત્રણ છે. મને ખુશી છે કે આ અવસરે મને પણ તમારા બધાની સાથે થોડી પળો વિતાવવાનો અવસર મળ્યો. આઝાદીના આ 75 વર્ષોએ જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ બંનેની ભૂમિકા અને જવાબદારીઓને સતત સ્પષ્ટ કરી છે. જ્યારે જ્યાં પણ જરૂરી હતું, દેશને દિશા આપવા માટે આ સંબંધ સતત evolve થયો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2047માં જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણા દશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માંગશો? આપણે કયા પ્રકારે આપણી judicial system ને એટલી સમર્થ બનાવીએ કે તે 2047ના ભારતની આકાંક્ષાઓને પૂરી કરી શકે, તેના પર ખરી ઉતરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ. તેમણે કહ્યું કે ભારત સરકાર પણ જ્યુડિશિયલ સિસ્ટમમાં ટેક્નોલોજીની સંભાવનાઓને ડિજિટલ ઈન્ડિયા મિશનનો એક જરૂરી ભાગ માને છે. દાખલા તરીકે, e-courts project ને આજે મિશનમોડમાં implement કરવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને આપણા દેશ માટે અશક્ય ગણવામાં આવતો હતો. આજે નાના કસ્બાઓ એટલે સુધી કે ગામડાઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સામાન્ય થવા લાગ્યા છે. સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા તેમાંથી 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આજે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે. એક મોટી વસ્તી માટે ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણય સુધીની વસ્તુઓ સમજવાનું મુશ્કેલ હોય છે. આપણે વ્યવસ્થાને સામાન્ય જનતા માટે સરળ બનાવવાની જરૂર છે. આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેનાથી દેશના સામાન્ય નાગરિકોને ન્યાય પ્રણાલીમાં ભરોસો વધશે. તેઓ પોતાને જોડાયેલા મહેસૂસ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાએ પશ્ચિમી દેશોના પ્રતિબંધો પર પલટવાર : ચાર દેશ પર કરવી પડશે કાર્યવાહી
Next articleપાકિસ્તાનમાં 18-18 કલાક સુધી વીજળી ગુલ થતા ઉદ્યોગોને ભારે નુકસાન