Home ગુજરાત મુખ્યમંત્રીએ એવું શું કર્યું છે, કે પત્રકારોથી આટલા ગભરાતા ફરે છે…?

મુખ્યમંત્રીએ એવું શું કર્યું છે, કે પત્રકારોથી આટલા ગભરાતા ફરે છે…?

633
0

(જી.એન.એસ., ડો.ધિમંત પુરોહિત) તા.22
એક પત્રકાર મિત્રના પિતાના અંતિમ સંસ્કાર માટે અમે બધા સપ્તર્ષિ સ્મશાનમાં હતા. આવા સમયે પહેલી લાગણી સ્મશાન વૈરાગ્યની હોય છે. સ્વાભાવિકપણે જે અત્યારે ચર્ચામાં હોય, તે ચિરાગ પણ યાદ આવે, સામાન્ય રીતે, મૃત્યુ પછી નશ્વર દેહ અગ્નિને હવાલે થતો હોય છે. ચિરાગે તો મૃત્યુ પહેલા અગ્નિને સહ્યો. મન ગ્લાનિથી ભરાઈ ગયું.
મિત્રના પિતાજીનો નશ્વર દેહ સીએનજી ચેમ્બરમાં ગયો. બાદમાં સ્વાભાવિકપણે જ સ્મશાનમાં આજુ બાજુ નજર ફરી. ત્યાં ફેલાયેલી ગંદકી જોઇને દુખ થયું. મૃત્યુ બાદ આપણા અંતિમ સંસ્કાર પણ આવી જ ગંદી જગ્યામાં થશે? જામનગર અને જુનાગઢ જેવા શહેરોમાં નમૂનેદાર સ્મશાનો છે. અમદાવાદ જેવા મેટ્રોનાં મ્યુનિસીપલ કોર્પોરેશનની આવક તો અનેક ઘણી વધુ હોય છે, એનો થોડો ભાગ સ્માશાન પાછળ ન વાપરી શકાય? જેની મુલાકાત કોઈ નાગરિક ટાળી શકવાનો નથી. સુરેન્દ્ર કાકાએ થલતેજમાં આધુનિક મોલ જેવું સ્મશાન બનાવેલું, એ પણ હવે મ્યુનિસીપાલીટીની સ્કુલ જેવું થઇ ગયું છે.
અચાનક આપણી નજર આપણે જ્યાં બેઠા હોઈએ એ બાંકડા પર પડે – બાંકડા પર ‘ભૂષણ અશોક ભટ્ટ’ અને ‘ઇમરાન ખેડાવાળા’નાં નામોની તકતીઓ છે. માત્ર પાંચ વરસનો પટ્ટો છતાં અમરપટ્ટો લઇને આવ્યા હોય એવી ઝંખના સ્મશાનમાં પણ કેમ નહિ છૂટતી હોય? અહી પણ નામનો આટલો બધો મોહ? કોર્પોરેટર, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ પણ એક દિવસ સામાન્ય માણસની જેમ જ અહી આવવાનું છે – આ જ એક માત્ર શાશ્વત સત્ય છે. છતાં, પદનું અભિમાન અને અમરતાનો મોહ માણસને કેમ છૂટતા નહિ હોય?
આટલી બધી નેગેટીવીટી વચ્ચે, એક સાવ અલગ જ અને આશ્ચર્યજનક વાત એક સાથી પત્રકારે કહી. ગાંધીનગર પત્રકાર સંઘના એક વરિષ્ઠતમ હોદ્દેદારે કહ્યું કે, પંદરમી એપ્રિલે સચિવાલય સંકુલના એક સિવાયનાં બધા દરવાજા પત્રકારો માટે બંધ હતા. એક નંબરના દરવાજે અસલી ચોકીદાર – ટ્વીટર પર બની બેઠેલા નહિ – પંદર પત્રકારોના નામનું લીસ્ટ બતાવીને પૂછે છે – આ યાદીમાં તમારું નામ હોય, તો તમને અંદર જવા નહિ દેવાની ઉપરથી સૂચના છે.
યાદ આવ્યું કઈ? આપણે ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુના મામલે યોગ્ય તપાસની અને પત્રકાર સુરક્ષાની માગણી સાથેનું એક મેમોરેન્ડમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને તારીખ ૧૫મી એપ્રિલે એમનાં અનુકુળ સમય અને સ્થળે આપવાનું નક્કી કરેલું.મુખ્યમંત્રીએ ના સમય આપ્યો, ના વાત કરાવનું સૌજન્ય દાખવ્યું. અને તેથી આપણે એ મેમોરેન્ડમ સોશ્યલ મીડિયા પર મુકીને મુખ્યંત્રી સુધી પહોચાડ્યું.
આપણે પત્રકારો છીએ. કોઈ આતંકવાદી નહિ કે શિવાજીના ગેરીલા યુદ્ધના યોધ્ધાઓ પણ નહિ. મુખ્યમંત્રી આપણને મળવાનો સમય ના આપે તો આપણે એમને ના મળી શકીએ. આ સા.બુ.નો સવાલ છે. આપણે કોઈ ગુપ્ત હુમલો તો કરવાના નહોતા. ગાંધીનગર પોલીસમાંથી સવારે પંદરે પંદર પર ફોન આવેલા તમે આવવાના છો? પંદરે પંદરે સ્પષ્ટ કહ્યું કે મુખ્યમંત્રીએ મળવાનો સમય નથી આપ્યો એટલે અમે નહી આવીએ. છતાં આવી નાકાબંધી શા માટે?
ગુજરાતના મુખ્યમંત્રીએ એવું શું કર્યું છે, કે નથી કર્યું, કે પત્રકારોથી આટલા ગભરાતા ફરે છે અને ભાગતા ફરે છે? સા.બુ.નો જવાબ એ છે, કે ગુજરાતનાં મુખ્યમંત્રી પત્રકારોથી ડરે છે.આ વાત એક પત્રકાર તરીકે મને અનહદ ગૌરવનો અહેસાસ કરાવે છે. લોકશાહી અને રાષ્ટ્રના રક્ષણ માટે સત્તા પત્રકારથી ડરે એ જરૂરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી આટલા પારદર્શક પણ છે, એ માત્ર પત્રકાર માટે જ નહિ, સહુ કોઈ માટે માટે ગૌરવપ્રદ ઘટના છે.
એમના માટે ભલે આપણે ‘મોસ્ટ વોન્ટેડ પંદર’ હોઈએ, છ કરોડ ગુજરાતીઓ માટે આપણે ‘સ્પેશ્યલ પંદર’ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field