(GNS),05
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પાંચ વખત પૈસા આપવાની અથવા મારી નાખવાની ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ થઈ છે જેમાં એક ગુજરાતી છે. આ ગુજરાતી અમદાવાદનો હોવાનું જણાવાઈ રહ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શનિવારે બે યુવાનોની ધરપકડ કરી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ પર ધમકી આપનાર બે શખ્શોની પોલીસે ધરપકડ છે. જેમાં ગણેશ રમેશ વનરાધિપતિ નામના યુવકની તેલંગાણાના વારંગલથી ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એક શખ્સ અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા અને 400 કરોડની માંગ કરનાર આરોપીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ધરપકડ કરી છે. આ આરોપીનું નામ રાજવીર ખંત છે. ગાંવદેવીમાં IPC 387, 506(2) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શાબાદ ખાન નામના ઈમેઈલથી અલગ અલગ ઉદ્યોગપતિઓને ધમકીભર્યો મેઈલ મોકલતો હતો, રૂપિયાની માંગ અને રૂપિયા ન આપવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. તેમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી.
જેમાં ક્રાઈમ બ્રાન્ચ રાજવીર ખંતની ગુજરાતથી ધરપકડ કરી છે. તે બી.કોમનો વિદ્યાર્થી છે. તેણે MailFace.com અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ઉદ્યોગપતિના કંપનીના ઓફિશિયલ મેઈલ આઈડ પર મેઈલ મોકકલ્યો હતો. કુલ મળીને 5 મેઈલ મોકલવામાં આવ્યા હતા. તેમની પાસેથી 2 મોબાઈલ ફોન અને કમ્પ્યૂટર ડેસ્કડોપ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બંનેએ ઉદ્યોગપતિને ધમકી આપી હતી. શાદાબ ખાન મેલ ફેસ.કોમ આઈડીથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ કમ્પ્યૂટરના જાણકાર હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.