Home રમત-ગમત Sports મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો

મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો

146
0

કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા

(જી.એન.એસ),તા.૨૧

મુંબઈ,

આઈપીએલ 2024 શરુ થયા પહેલા જ 3 મહિના ધમાલ મચી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને દુર કરી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ પર ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે સંબંધો ખરાબ થયાની પણ વાત થઈ રહી છે. આવી અટકળો અને દાવાઓ શાંત કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને લઈ ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. નવી સીઝનની તૈયારીમાં લાગેલી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બુધવાર 20 માર્ચના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટીમની ટ્રેનિંગ જોવા મળી રહી છે. જેમાં તમામ ખેલાડીઓ એક સાથે હડલમાં ઉભા છે. નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને જુના કેપ્ટન રોહિત શર્મા આનો ભાગ હતા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, હાર્દિકને રોહિતને જોયો અને તેને ગળે પણ મળ્યો હતો. હવે રોહિત પહેલા હાથ મેળવવા માંગતો હતો પરંતુ હાર્દિકે તેને ગળે લગાવી લીધો હતો. હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થઈ અને તેને નવો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ રોહિત શર્મા પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે વીડિયો પોસ્ટ કરતા ફરી એક વખત રોહિત શર્માના ચાહકો ગુસ્સે થયા છે. પરંતુ આની અસર ઉલટી પડી છે. કારણ કે, રોહતિ સશર્માના ચાહકો ખુશ નથી. આ વીડિયો ને લઈ મુંબઈ અને રોહિતના ચાહકો અનેક કોમેન્ટ પણ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાને રોહિત શર્મા સાથે જોડાયેલા સવાલોનો પણ સામનો કરવો પડ્યો છએ.સોમવારના રોજ કેપ્ટન બન્યા બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને રોહિત અને તેના વિશે પ્રશ્નો પણ પુછવામાં આવ્યા હતા. હાર્દિકે કહ્યું કે, તે કેપ્ટનશીપ દરમિયાન રોહિત શર્માની સંપુર્ણ મદદ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસદગુરુની બ્રેઈન સર્જરી પર કંગના રનૌતે પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી
Next articleઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરુઆત પહેલા 2 ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો