Home મનોરંજન - Entertainment મુંબઈમાં ભારે વરસાદના કારણે તારક મહેતાના સેટ પર પાણી ભરાયા

મુંબઈમાં ભારે વરસાદના કારણે તારક મહેતાના સેટ પર પાણી ભરાયા

54
0

(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ
અત્યારના દિવસોમાં ગુજરાત સહિત મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે ટીવીના પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ બે દિવસથી બંધ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે તારક મહેતા સિરિયલના સેટમાં પાણી ભરાયા છે. જેથી શૂટિંગ કરવું શક્ય ન હતું. માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે ૨ જુલાઈએ પણ બંધ રાખવું પડશી શકે છે. જાેકે, મેકર્સે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અત્યારે સુધીનો સૌથી લાંબો ઓનએર થનોર શો છે. શોમાં જેઠાલાલ અને દયાબેનની જાેડીને દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. બંનેનો મીઠો ઝગડો પણ લોકોને પસંદ આવી રહ્યો છે. જાેકે, શોને અનેક કાસ્ટ મેંબર્સે અલવિદા પણ કહ્યું છે. પરંતુ અત્યારે ટીઆરપીમાં કોઈ ફેર પડ્યો નથી. અને લાંબા સમયથી સફળ શો બની રહ્યો છે. શોમાં નવા દયા બેન આવનારા છે. આ પાત્ર ભજવવા માટે રાખી વિજનને ફાઈનલ કરવામાં આવ્યા છે. રાખી પહેલા હમ પાંચમાં નજર આવી ચૂકી છે. આ ઉપરાં નવા નટ્ટુ કાકા પણ એન્ટ્રી થઈ શકે છે. જેનું પાત્ર કિરણ ભટ્ટ પણ નિભાવી શકે છે. ગત વર્ષે દયાબેન, નેહા મેહતા, નિધિ ભાનુશાલી, ગુરુચરણ સિંહ અને ભવ્યા ગાંધી શોમાંથી ક્વિટ કર્યું છે. દરેકનું કારણ અલગ અલગ રહ્યું છે. તાજેતરમાં શૈલેશ લોઢા પણ શોને અલવિદા કહ્યું છે. એજ શૈલેશ લોઢા જે તારક મેહતા બન્યા હતા. તેમની મેકર્સ સાથે કંઈ અણગમો થયો હતો. જેના કારણે તેમણે અન્ય પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપવું જરૂરી સમજ્યા હતા. શૈલેશ લગભગ ૧૪ વર્ષથી ટીમનો ભાગ હતો. નેહા મેહતા અને ગુરુચર સિંહની વાત કરીએ તો આ મામલો પેમેન્ટ ઉપર આવીને અટક્યો છે. બંનેનું કહેવું છે કે શોને અલવિદા એટલા માટે કહ્યું કારણે મેકર્સની પાસે તેમની સેલેરી ફસાયેલી છે. જે સેટલ થઈ નથી રહી. નીલા ફિલ્મ્સ પ્રોડક્શને નેહા મેહતા અને શૈલેશ લોઢાની આ વાતોને નકારી કાઢી હતી. તેમનું કહેવું છે કે તેમના ઉપર લગાવેલા આરોપો ખોટા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field