Home દેશ - NATIONAL મુંબઈની વિશેષ અદાલતે ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી

મુંબઈની વિશેષ અદાલતે ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી

40
0

હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસ

(જી.એન.એસ) તા. 30

મુંબઈ,

હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસમાં મુંબઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો હતો જેમાં ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમઓસીઓસીએ) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે ગેંગસ્ટર છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારી છે.

જયા શેટ્ટી એક હોટેલીયર અને મહારાષ્ટ્રના મુંબઈમાં ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. છોટા રાજન ગેંગે તેમની પાસેથી ખંડણી માંગી હતી. આ માટે ગેંગ તરફથી કોલ પણ આવ્યા હતા. જ્યારે જયા શેટ્ટીએ ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે છોટા રાજન ગેંગના બે સભ્યોએ તેને હોટલની અંદર ગોળી મારી દીધી હતી. આ કેસમાં પોલીસ દ્વારા જયા શેટ્ટીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.

છોટા રાજન હાલ તિહાર જેલમાં બંધ છે. તેની પ્રથમવાર ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી તેને 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. છોટા રાજનને એક સમયે દાઉદ ઈબ્રાહિમની નજીક માનવામાં આવતો હતો, પરંતુ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ પછી બંને અલગ થઈ ગયા હતા. સમયાંતરે બે ગેંગ વચ્ચે હિંસક અથડામણો થતી રહે છે.
ભારત સરકારે છોટા રાજન વિરુદ્ધ વર્ષ 1994માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તપાસ એજન્સીઓને આશા હતી કે દાઉદથી અલગ થયા બાદ છોટા રાજન ડી કંપની વિશે માહિતી આપશે, પરંતુ એવું થયું નહીં. આ પછી છોટા રાજને પોતાની ગેંગ બનાવી હતી અને ગુના આચરવામાં આવતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્લૅટફૉર્મને પહોળું કરવા અને વિસ્તરણ માટે થાણેમાં ૬૩ કલાકનો સ્પેશ્યલ બ્લૉક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ૩૬ કલાકનો સ્પેશ્યલ બ્લૉક હાથ ધરવામાં આવશે
Next articleડુંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા