Home દેશ - NATIONAL મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં બ્લેક મેજિકનો આરોપ કરાતાં ખળભળાટ, પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા રૂ....

મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં બ્લેક મેજિકનો આરોપ કરાતાં ખળભળાટ, પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા રૂ. 1200 કરોડ ની ઉચાપતના આક્ષેપો

4
0

(જી.એન.એસ) તા. 12

મુંબઈ,

મહરાષ્ટ્રની પ્રખ્યાત  લીલાવતી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા 1,200 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ એવું કહ્યું કે હોસ્પિટલ પરિસરની અંદર કાળો જાદુ કરવામાં આવ્યો છે જેમાં હાડકાં અને વાળ ભરેલા 8 અસ્થિકૂંભ મળી આવ્યાં હતા.

હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે હાલના ટ્રસ્ટીઓએ કેટલાક ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. કેટલાક કર્મચારીઓએ એવું કહ્યું કે કાળા જાદુમાં વપરાતી ચીજો ટ્રસ્ટીઓની ઓફિસમાંથી મળી હતી તેથી સાક્ષીઓની હાજરીમાં વીડિયોગ્રાફી કરીને અમે ફ્લોર પર ખોદકામ કર્યું હતું જેમાં આઠ અસ્થિકૂંભ મળ્યાં હતા જેમાં માનવ શરીરના અવશેષો, હાડકાં, વાળ અને ચોખા તથા કાળા જાદુમાં વપરાતી બીજી ચીજવસ્તુઓ મળી છે.

આ સંદર્ભમાં, લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે હોસ્પિટલ પરિસરમાં ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા કાળો જાદુ કરવામાં આવતો હતો. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્સિક ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવેલી આ અનિયમિતતાઓએ ટ્રસ્ટના કાર્યપ્રણાલી અને બાંદ્રા વિસ્તારમાં સ્થિત અગ્રણી ખાનગી તબીબી સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓને અસર કરી છે.

લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના કાયમી નિવાસી ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, “અમે ફરિયાદો નોંધાવી હતી, જેને બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને કારણે FIRમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે ત્રણથી વધુ FIR નોંધવામાં આવી છે. કાળા જાદુ અને ગુપ્ત પ્રથાઓ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અમારી ફરિયાદના આધારે, આ વ્યક્તિઓ સામે ચોથી કાર્યવાહી હવે મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે. બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે આ વ્યક્તિઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. અમે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની અખંડિતતા જાળવવા અને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field