(જી.એન.એસ) તા.૧૦
મહેસાણા,
પૂજાએ યુવાનને એપ્લિકેશનમાં રોકાણ કરાવવાનું કહીને, 4500 કરોડની કમાણીનો લાલચ આપી 80 લાખ લઈને રફુચક્કર થઈ ગયા. સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયાની ઠગાઈ કરવાના કિસ્સાઓ સામે આવવાનું બંધ થતું નથી. તાજેતરમાં જ મુંબઈની એક યુવતીએ મહેસાણાના યુવકને લગ્ન અને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપીને 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.આ મામલે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ નામના યુવકને મુંબઈની પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા જાળવી કરી હતી. પૂજાએ જીગરને વિશ્વાસમાં લઈને એક એપમાં રોકાણ કરી કરોડો રૂપિયા કમાઈ શકાય છે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં થોડી રકમ રોકાણ કરીને જીગરને વળતર પણ આપ્યું હતું. જેના કારણે જીગર પૂજા પર વિશ્વાસ કરવા લાગ્યો અને તેણે પૂજાને 80 લાખ રૂપિયા આપી દીધા. જો કે પછીથી પૂજાએ જીગર સાથેનો સંપર્ક તોડી નાખ્યો અને તેણે આપેલા પૈસા પણ પરત કર્યા નહીં. તેણે સેમકો નામની એપ્લિકેશનમાં રોકાણ કરાવવાનું કહ્યું અને 4500 કરોડની કમાણીનો લાલચ આપી જિગરને ફરી વળાવી લીધો. નાની નાની રકમથી શરૂ કરીને, જ્યારે જીગરને સંપૂર્ણ વિશ્વાસ મળ્યો, ત્યારે પૂજાએ 80 લાખ રૂપિયા ઠગાઈ કરી દીધી. પૂજાએ 40 અલગ–અલગ બેંક એકાઉન્ટોનું ઉપયોગ કરીને આ પૈસા પડાવ્યા હતા. 2024ની જૂનથી તેમની વાતચીત ચાલુ રહી પણ જ્યારે જીગરને ખબર પડી કે એના પૈસા ગયા, ત્યારે તેને પૂજાની ઠગાઈની પત્તો લાગ્યો હતો. પોલીસ આરોપી પૂજાની શોધખોળ કરી રહી છે, કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને સાયબર ક્રાઇમ પોલીસે એકાઉન્ટને ફ્રીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આરોપીની શોધખોળ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.