Home દુનિયા - WORLD મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ!

મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ!

41
0

ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું

(જી.એન.એસ),તા.૦૫

વોશિંગ્ટન,

ચાલીસ વર્ષ પહેલા ઈરાન અને ઈરાક વચ્ચે દુશ્મની હતી. આજે હવે તેઓ ઈઝરાયેલ સામે લડવા માટે એકજૂથ થઈ ગયા છે. બધુ મળીને મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ થઈ રહી છે. ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. ઈરાનના પ્લાનિંગ સાથે અમેરિકા પણ હવે તૈયાર છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ USS અબ્રાહમ રવાના કર્યું છે. જેની સાથે જ વધારાની સૈન્ય મદદ પણ અમેરિકા મોકલી રહ્યું છે.  અમેરિકા અને બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈઝરાયેલ સાથે યુદ્ધનો જે પ્લાન ડિકોડ થયો છે તેમાં ઈઝરાયેલને ઘરમાં ઘૂસીને મારવાનું પ્લાનિંગ છે. તેની તબક્કાવાર તૈયારી કરાઈ છે. એવું લાગે છે કે હમાસે જે રીતે ઈઝરાયેલને ક્યારેય ન ભૂલી  શકાય તેવું દર્દ આપ્યું હતું. હવે યહુદી દેશ સાથે કઈક એવું જ દોહરાવવાની તૈયારી થઈ રહી છે.

ઈરાન સમર્થિત લેબનોનના કટ્ટરપંથી સંગઠન હિજબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહે પોતાના મિલેટ્રી ચીફના માર્યા ગયા બાદથી કત્લેઆમ મચાવવા માટે ઈઝરાયેલ પર સેંકડો રોકેટ છોડ્યા છે. હિજબુલ્લાહે ઈઝરાયેલને ખુલ્લી ધમકી આપી છે. નસરલ્લાહે કહ્યું કે હિજબુલ્લાહના મિલેટ્રી ચીફ ફુઆદ શુકરને મારીને ઈઝરાયેલે હદ પાર કરી દીધી છે અને તેણે ગાઝાનું સમર્થન કરનારા તમામ મોરચાના ગુસ્સા માટે તૈયાર રહેવું જોઈએ. જંગ નવા દોરમાં પ્રવેશી ચૂકી છે અને આવનારા દિવસોમાં ઈઝરાયેલને રોવડાવીશું.  આ સિવાય ઈરાને ઈસ્લામિક સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવી છે. હાનિયા હત્યાકાંડ બાદ ઈરાને મોટો નિર્ણય લેતા OIC ની બેઠકમાં હત્યાનો મુદ્દો ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ઈરાન આ વખતે આર યા પારની લડાઈના મૂડમાં છે. આવામાં સમગ્ર મિડલ ઈસ્ટની બરબાદીનું જોખમ વધી ગયું છે.

ફેઝ 1માં સૌથી પહેલા ઈરાકી PMF લેબનોન તરફ આગળ વધશે.  ફેઝ 2માં ઈરાકી PMF હિજબુલ્લાહ સાથે ભળી જશે. સેનાની સંખ્યા લગભગ 3 થી 4 લાખ થઈ જશે.  ફેઝ 3 માં ઈરાન પણ લેબનોનને સૈન્ય મદદ મોકલશે.  ફેઝ 4માં બિજબુલ્લાહ અને PMF મિસાઈલ અને રોકેટ હુમલા કરશે. એક જ વખતમાં 2 લાખ  રોકેટ છોડીને આયર્ન ડોમને ચકમો આપવાની તૈયારી.  ફેઝ 5માં 4 લાખ સૈનિક કૂચ કરશે. તેઓ જમીનના રસ્તે દક્ષિણી લેબનોનથી ઈઝરાયેલમાં એન્ટ્રી કરશે.  ઈઝરાયેલના ખાતમા માટે આપસી મતભેદો અને દુશ્મની ભૂલવાની તૈયારી  કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનમાં લોકોએ સ્ટેશનોને આગ લગાડી, પોલિસ સાથે મારપીટ કરી
Next articleગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિ.ઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ લાગૂ થશે