Home દેશ - NATIONAL મિશન ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થશે, ISROએ ચંદ્રયાન-3 તારીખ અને સમય જાહેર...

મિશન ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થશે, ISROએ ચંદ્રયાન-3 તારીખ અને સમય જાહેર કરી

16
0

(GNS),07

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3, 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા માટે ઉડાન ભરશે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે. આ પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચની તારીખ 12થી 19 જુલાઈ વચ્ચે જણાવવામાં આવી રહી હતી.

ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 બાદ ભારતનું આ ત્રીજું ચંદ્ર માટેનું મિશન છે. ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટને નવા પ્રક્ષેપણ રોકેટ એલવીએમ-3 સાથે જોડવામાં આવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો એ 5 જુલાઈના દિવસે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં આ કામ પૂરુ કર્યું હતું. હવે ચંદ્રયાન-3 લોન્ચિ સ્થળથી લોન્ચ માટે તૈયાર છે. ચંદ્રયાન-3 મિશનના 3 મુખ્ય ઉદ્દેશ્યો છે કે ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિગ કરવું, રોવરને ચંદ્ર પર ભ્રમણ કરાવવું અને ચંદ્રને લઈને વૈજ્ઞાનિકોના મહત્વના પ્રયોગો સફળ બનાવવા.

ચંદ્રયાન-3 ત્રણ ભાગમાં તૈયાર થયુ જેમાં પહેલા ભાગની વાત કરીએ તો, પ્રોપલ્શન મોડ્યુલ: સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે. બીજા ભાગની વાત કરીએ તો, લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે. ત્રીજા ભાગની વાત કરીએ તો, રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજો ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝાંઝીબારમાં INS ત્રિશુલ પર ડેક રિસેપ્શન, વિદેશ મંત્રીએ કહ્યું,’ભારત સાથે ભાગીદારી વધશે’
Next articlePM મોદી G20ને કેમ G21 બનાવવા માંગે છે? તેની પાછળની યોજના આ પ્રકારે છે..