Home મધ્ય ગુજરાત અમદાવાદ મિલિટરી નર્સિંગ સર્વિસ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 2024ની ઉજવણી

મિલિટરી નર્સિંગ સર્વિસ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 2024ની ઉજવણી

36
0

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

આયુર્વિજ્ઞાન ઓડિટોરિયમ, આર્મી હોસ્પિટલ (R&R) ખાતે 11 મે 2024ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેજર જનરલ કંવરજીત સિંઘ, ઓફજી કમાન્ડન્ટ આર્મી હોસ્પિટલ (R&R) હાજર રહ્યા હતા. મેજર જનરલ શીના પી ડી. પ્રિન્સિપાલ મેટ્રોને સૌનું સ્વાગત કર્યું હતું.

સમાજ પ્રત્યે નર્સોના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે આ વર્ષની થીમ ‘અવર નર્સ અવર ફ્યુચર, ધ ઇકોનોમિક પાવર ઓફ કેર’ તરીકે જાહેર કરી છે અને થીમનું અનાવરણ મેજર જનરલ આઇ ડી ફ્લોરા, એડિશનલ ડીજીએમએનએસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઇન નર્સિંગઃ બૂન ઓર અ બેન’ પર ચર્ચા અને થીમ પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ પેનલિસ્ટોએ નર્સિંગ વ્યવસાયમાં પડકારો, નર્સોને સશક્ત બનાવવાના અભિગમો, નર્સોની નેતૃત્વની ભૂમિકા, નર્સિંગ શિક્ષણ, આરોગ્ય સંભાળમાં ડિજિટલાઇઝેશન, નર્સ બર્ન આઉટ વગેરે સહિત વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી.

મુખ્ય અતિથિએ પેનલિસ્ટોનું સન્માન કર્યું હતું અને ગુણવત્તાસભર નર્સિંગ અધિકારીઓને પ્રશંસા પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા. કેપ્ટન દીપા શજનને પુષ્પનરંજન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ પણ સભાને સંબોધિત કરી અને તેઓને મિલિટરી નર્સિંગ ઓફિસર્સ દ્વારા નિર્ધારિત વ્યાવસાયિક ધોરણો અને નૈતિકતા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે એમ એન એસ અધિકારીઓને અત્યંત કરુણા અને સહાનુભૂતિ સાથે દર્દીઓની કાળજી લેતા અનંત શિફ્ટમાં અથાક કામ કરવા બદલ પ્રશંસા કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ચૂંટણી પંચનો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને સણસણતો જવાબ
Next articleકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે 400 પાર’ના નારાનું પુનરાવર્તનકરતાં કહ્યું સત્તામાં આવીશું એટલે PoK પાછું લાવીશું