(GNS),21
મિચેલ માર્શે ODI વર્લ્ડ કપમાં પોતાના જન્મ દિવસ પર સદી ફટકારનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બન્યો હતો. માર્શ પહેલા ન્યુઝીલેન્ડનો રોસ ટેલર વર્લ્ડ કપ 2011 માં પોતાના જન્મદિવસ પર સદી ફટકારી ચૂક્યો છે. મિચેલ માર્શના પિતા જ્યોફ માર્શે પણ 1987માં રમાયેલા વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી અને હવે વર્લ્ડ કપ 2023માં મિચેલ માર્શે સદી ફટકારી હતી. આ સાથે મિચેલ-જ્યોફ માર્શની જોડી વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી બની ગઈ છે. મિચેલ માર્શે ડેવિડ વોર્નર સાથે ઓપન કરી પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી, બંનેએ ઓસ્ટ્રેલિયા તરફથી વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. મિચેલ માર્શ આ વર્ષે ભારતમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં અત્યારસુધી ઓસ્ટ્રેલિયાનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો છે. જોકે તે સામેની મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. મિચેલ માર્શ ઓલરાઉન્ડર છે અને બેટિંગ-બોલિંગ બંનેમાં ટીમને ઉપયોગી યોગદાન આપી શકે છે. તે ટોપ ઓર્ડરમાં વર્લ્ડ ક્લાસ બેટિંગની સાથે ડેથ ઓવરમાં દમદાર બોલિંગ માટે ફેમસ છે અને વર્લ્ડ કપમાં તે ઓસ્ટ્રેલિયાનો ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.