Home ગુજરાત માહિતી ખાતામાં લોલંલોલ…”મેટ્રિક ફેલ ગોલ્ડ મેડાલિસ્ટનો ઇન્ટરવ્યૂ લે” જેવો ઘાટ..!

માહિતી ખાતામાં લોલંલોલ…”મેટ્રિક ફેલ ગોલ્ડ મેડાલિસ્ટનો ઇન્ટરવ્યૂ લે” જેવો ઘાટ..!

877
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર),તા.૭
ગુજરાત સરકારના માહિતી ખાતામાં ઘણા વર્ષો પછી ડેપ્યૂટી ડાયરેક્ટરની ત્રણ જગ્યા માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને જે નવ ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમના ઇન્ટરવ્યૂ લેનારાઓમાં એક ‘એક્ષપર્ટ’એવા હતા કે જેઓ પોતે આ ડેપ્યૂટી ડાયરેક્ટરની લેખિત પરીક્ષામાં નાપાસ થયા હતા….! એટલે કે જે ‘એક્ષપર્ટ’ પોતે ફેલ થયા છે તેમને માહિતી ખાતાએ ઇન્ટરવ્યૂ માટે બેસાડીને અંધેરી નગરી ગંડૂ રાજા કહેવતને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જાણે કે માહિતી ખાતામાં કોઇ રણધણી ના હોય અને લોલંલોલ ચાલતુ હોય તેમ ચર્ચાઇ રહ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે ડેપ્યૂટી ડાયરેક્ટરની ત્રણ જગ્યા માટે લેખિત પરીક્ષા વગેરે પૂર્ણ કર્યા બાદ નવ ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમના માટે ઇન્ટરવ્યૂ લેનારાઓમાં માહિતી સચિવ,માહિતી નિયામક અને આઉટ સોર્સિંગમાંથી બે એક્ષપર્ટને બોલાવવામાં આવ્યા હતા. જેમાં એક એક્ષપર્ટ તરીકે ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર પુનિતાબેન ત્રિવેદી અને ગુજરાત યુનિવર્સિટીના ઈએમઆરસીના ભૂમિકાબેન બારોટને બેસાડવામાં આવ્યા હતા. મજાની વાત એ છે કે ભૂમિકાબેન બારોટ પણ આ ડેપ્યૂટી ડાયરેક્ટરની જગ્યા માટે અરજી કરી હતી. પરંતુ તેઓ લેખિત પરીક્ષામાં નાપાસ થયા હતા તેમ છતાં જેઓ જે જગ્યા માટે લેખિત પરીક્ષામાં ગેરલાયક ઠર્યા તેમને એ જગ્યાની અરજી માટે ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સવાલ એ છે કે જે નવ લોકો લેખિત પરીક્ષા અને અન્ય તબક્કાઓ પસાર કરીને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે આવ્યા તેમનો ઇન્ટરવ્યૂ એવા એક્ષપર્ટને લેવાની જવાબદારી સોંપવામાં આવી કે જેઓ પોતે નિષ્ફળ નિવડ્યા હતા. આમ માહિતી ખાતામાં વાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ ચાલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ માહિતી ખાતામાં અખબારોની વિજ્ઞાપન નીતિને લઇને ભારે હોબાળો મચ્યો છે અને હવે જેઓ પોતે લેખિત પરીક્ષામાં નાપાસ થયા તેવા ‘એક્ષપર્ટ’ને ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી સોંપીને માહિતી ખાતાએ પોતાની આબરૂના ધજાગરા કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારની સ્પષ્ટતા પછી હવે મિડીયા બતાવે કે ક્યા કેટલા આતંકી માર્યા ગયા….?
Next article‘હું મારી સરકારમાં ખોટું ના કરી શકું’ કહેનાર જ ગુજરાતને શ્રેષ્ઠ શિક્ષકો આપી શકે