Home ગુજરાત માળીયા હાટીનાની મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ

માળીયા હાટીનાની મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ

49
0

(GNS)13

બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાઈ છે. ત્યારે જૂનાગઢમાં બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને વરસાદના પગલે હવે નદીઓ પણ ઉભરાઇ છે. ત્યારે માળીયા હાટીનાની મેઘલ નદી પણ પાણીથી છલોછલ થઇ હતી.ભારે વરસાદના પગલે મેઘલ નદીમાં પૂર આવ્યું. મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ હતી. નદીને જોઇને લાગે છે કે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. બે દિવસના ભારે વરસાદમાં જ નદી ઉભરાઇ ગઇ. જો વધુ ગાજવીજ સાથે વરસાદ પડે તો તબાહીના દૃશ્ય સર્જાઇ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાવાઝોડાને પગલે 20588 લોકોનું સ્થળાંતર કરાયું
Next articleવાવાઝોડાનાં સંકટ વચ્ચે 73 સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતરિત કરાઈ