Home મધ્ય ગુજરાત અમદાવાદ માર્ચ, મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11...

માર્ચ, મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11 હજારથી વધુ ખેડૂતોને મળશે સહાય

20
0

(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઉત્તર – મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. જેમાં મુખ્યત્વે માર્ચ 2024 મા સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થયું હતું.

આ વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સરકારને રજૂઆત કરાઈ હતી. જેના અનુસંધાને સરકારે નીતિ નિયમ અનુસાર સર્વે કરાવીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને SDRF અનુસાર આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. હવે ગુજરાત સરકારે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી સાત જિલ્લામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11 હજારથી વધુ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. માર્ચ 2024 મા થયેલા કમોસમી વરસાદને કારણે, સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના ખેડૂતોને નુકસાન થયુ હતુ. આ ચાર જિલ્લાના 9674 ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય ચૂકવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા મમતા સરકારને મોટો ઝટકો
Next articleવ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી: સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ