Home મનોરંજન - Entertainment માર્ચ મહિનામાં OTT પર રિલીઝ થશે આ 7 ધમાકેદાર ફિલ્મો.. તો ઉઠાવો...

માર્ચ મહિનામાં OTT પર રિલીઝ થશે આ 7 ધમાકેદાર ફિલ્મો.. તો ઉઠાવો જોવાનો લાભ

50
0

માર્ચ મહિનામાં દર્શકોને એન્ટરટેનમેન્ટનો ભરપૂર ખજાનો મળશે. આ મહિનામાં ઓટીટી પર અનેક ડ્રામા રિલીઝ થશે, આમાંથી કોઇ ફેમિલી ડ્રામા છે તો કોઇમાં ભરપૂર એક્શન છે. આ સાથે જ શોમાં મિસ્ટ્રી અને રોમાંચથી પણ ભરપૂર છે. શર્મિલા ટાગોર અને મનોજ વાજપેયીની મુખ્ય ભુમિકાની ફિલ્મ ગુલમોહર 3 માર્ચના રોજ રિલીઝ થશે. આ ફેમિલી ડ્રામ ફિલ્મ છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. આમાં પરિવારની વચ્ચે પ્રેમ અને તકરાર તમને જોવામ મળશે. આમ, માર્ચ મહિનામાં તમે આ દરેક મુવીનો આનંદ લઇ શકો છો.

3 માર્ચના રોજ તાજ રિલીઝ થશે, જે મુગલ સામ્રાજ્ય પર આધારિત છે. આમાં નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ ધર્મેન્દ્ર પણ ઓટીટીટ ડેબ્યૂ કરી રહ્યા છે. આ બન્ને કલાકારો સાથે અદિતિ રાવ હૈદરી જોવા મળશે. અને

ડિઝની પ્લસ હોટસ્ટાર પર મોહનલાલ સ્ટારર મલયાલમ ફિલ્મ અલોન પણ 3 માર્ચના રોજ હિન્દીમાં રિલીઝ થશે. રાજેશ જયરામ લિખીત આ ફિલ્મ 2.5 કરોડના બજેટમાં બની છે. ફિલ્મમાં મંજૂ વોરિયર, પૃથ્વીરાજ સુકુમાર અને સિદ્દીકની પણ મહત્વની ભૂમિકા છે.

એમેઝોન પ્રાઇમ વિડીયો પર ફિલ્મ વારિસૂ 8 માર્ચના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં થેલાપતિ વિજય અને રશ્મિકા મંદાનીની ભૂમિકા મુખ્ય છે.

વેંકટેશ અને રાણા દગ્ગુબાતીની ફિલ્મ રાણા નાયડુ 10 માર્ચના રોજ રિલીઝ થશે. નેટફ્લિકસ પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં રાણા સેલેબ્સના પ્રોબ્લેમ્સના સોલ્વ કરતા જોવા મળશે. આમાં સુરવીન ચાવલા અને સુશાંત સિંહની પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

યામી ગૌતમની મુખ્ય ભુમિકાની ચોર નિકલકર ભાગા નેટફ્લિક્સ પર 24 માર્ચના રોજ રિલીઝ થશે. અજય સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ યામી એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળશે.

ડ્વેન જોનસનની મુખ્ય ભુમિકાની ફિલ્મ બ્લેડ એડમ્સ એમેઝોન પ્રાઇમ પર 15 માર્ચના રોજ રિલીઝ થશે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ દર્શકનો હિન્દીમાં જોવા મળશે. તમે એક્શન મુવીના શોખીન છો તો આ મુવી તમારે અચુકથી જોવી જોઇએ. આ મુવી જોવાની તમને મજા પડી જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના અલીગઢમાં માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર છાંટીને જીવતી બાળી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર
Next articleગુજરાત યુનિમાં NSUIનો ઉગ્ર વિરોધ, NSUI કાર્યકરોએ કુલપતિ આવતાં જ ‘દલાલ VC’ના નારા લગાવી નોટો ઉડાવી