(જી.એન.એસ) તા. 15
અમદાવાદ,
માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહત્વની જાણકારી વાહન ચાલકોને માટે જારી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં સ્ટેટ હાઈવેનું ચારમાર્ગીયકરણ ચાલી રહ્યું હોવાને લઈ હાલમાં બ્રીજને પણ પહોળા કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે નરોડા ધનસુરા સ્ટેટ હાઈવે પર આવતા સુઝલામ સુફલામ કેનાલના ઓવરબ્રિજને પણ પહોળો કરવામાં આવી રહ્યો છે. જેને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે એક જાણકારી પ્રસિદ્ધ કરી છે અને જે મુજબ હરસોલ થી ઉજેડીયા સુધીના સ્ટેટ હાઈવેની અવરજવર બંધ કરવામાં આવી છે.
આગામી 30 જૂન સુધી હરસોલ ચોકડી થી ઉજડીયા ચોકડીનો સ્ટેટ હાઈવે માર્ગ બંધ રાખવામાં આવનાર છે. આમ ધનસુરા અને દહેગામ તરફ અવરજવર થતા વાહન વ્યવહારને તલોદની ટીઆર ચોકડી થઈને અવર જવર કરવા માટે વૈકલ્પિક રુટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આમ દહેગામ અને નરોડા તરફથી આવતા વાહનોએ ઉજડીયાથી તલોદના ટીઆર ચોકડી થઈને હરસોલ તરફ જવુ પડશે. જ્યારે ધનસુરા તરફથી આવતા વાહનોએ હરસોલ ચોકડીથી તલોદની ટીઆર ચોકડીથી ઉજડીયા તરફ જવુ પડશે. જોકે ચારમાર્ગીયકરણ થયા બાદ વિસ્તારના લોકોને મોટી રાહત સર્જાઈ જશે.
અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને જોડતા નરોડા-ધનસુરા સ્ટેટ હાઈવેને ફોર લાઈન કરવામાં આવી રહ્યો છે. આ માટેનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. તલોદ તાલુકામાંથી પસાર થતી સુઝલામ સુફલામ કેનાલ પર આવેલ બ્રિજને પણ પહોળો કરવામાં આવી રહ્યો છે. એટલે કે બ્રિજને હવે ફોર લાઈન બનાવવામાં આવી રહ્યો છે. આ માટે નવીન બ્રિજના એબટમેન્ટના કામમાં હયાત પુલના એપ્રોચ રસ્તાઓની બાજુમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે હયાત બ્રીજના એપ્રોચમાં આવતી સેન્ડી સોઈલ ભારે વાહન વ્યવહારને લઈ ધસી પડવાની સંભાવના રહેલી છે. આમ વાહનવ્યવહારની અવરજવર સુરક્ષિત રહે અને સાથે જ નિર્માણ કાર્ય પણ સલામત રુપે શરુ રેહે એ માટે ટ્રાફિકને તાત્કાલીક અસરથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.