Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મારી ઉપર લગાવેલા આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: મલ્લિકાર્જુન ખડગે

મારી ઉપર લગાવેલા આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: મલ્લિકાર્જુન ખડગે

25
0

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર 

(જી.એન.એસ) તા.3

નવી દિલ્હી,

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વક્ફ બિલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આરોપો લગાવ્યા હતા, જેના પર હવે ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો મારી પાસે એક ઇંચ પણ વકફ જમીન હોય તો તે સાબિત કરો. તેમણે એમ પણ કહ્યું કે, જો ભાજપના લોકો મને ડરાવીને નમાવવા માંગતા હોય, તો હું તેમને યાદ અપાવી દઉં કે હું તૂટી જઈશ પણ ક્યારેય નમવાનો નથી.

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. ઠાકુરે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન કર્ણાટકમાં થયેલા એક કૌભાંડમાં ખડગેનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે જો આ આરોપ સાબિત થઈ ગયો તો તે રાજીનામું આપવા માટે તૈયાર છે. ઠાકુરે આ નિવેદન માટે માફી માગવી જોઈએ.

ખડગેએ કહ્યું કે ‘હું તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં.’ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો ખડગેએ બોલવા માટે સમય માગ્યો. તેમની સમગ્ર વાત સાંભળવામાં આવીય ખડગેએ કહ્યું કે ‘અનુરાગ ઠાકુરના આરોપોએ મારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.’

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘મારું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે પરંતુ મે હંમેશા મૂલ્યોનો ખ્યાલ રાખ્યો છે. કાલે લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે મારા વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવ્યા. મારા સહયોગીએ તેમના અપમાનજનક નિવેદનને પડકાર આપ્યો કે તે મારા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને પાછું લે પરંતુ નુકસાન થઈ ચૂક્યું છે. મીડિયાએ તે નિવેદનને ઉઠાવ્યું સોશિયલ મીડિયા પર પણ તેમનું નિવેદન ફેલાઈ ચૂક્યું છે. તેમના નિવેદનથી મારી છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.’

ખડગેએ કહ્યું કે ‘રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે હું અનુરાગ ઠાકુરના નિવેદન અને તેમના પાયાવિહોણા આરોપોની નિંદા કરું છું. આશા કરું છું કે તે પોતાના નિવેદન માટે માફી માગશે. અનુરાગ ઠાકુર પોતાના આરોપોને ક્યારેય સાબિત કરી શકશે નહીં. જો તેમણે આરોપ સાબિત કરી દીધાં તો હું રાજીનામું આપવા તૈયાર છું અને જો તે આરોપ સાબિત ન કરી શક્યા તો તેમણે સાંસદના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. હું મજૂરનો પુત્ર છું. હું મજૂર નેતા પણ રહ્યો છું અને કોંગ્રેસ અધ્યક્ષ છું. મે લાંબી સફર નક્કી કરી છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field