Home મધ્ય ગુજરાત અમદાવાદ મારા માટે પ્રમુખસ્વામી મહારાજ પિતાતુલ્ય છે : વડાપ્રધાન મોદી

મારા માટે પ્રમુખસ્વામી મહારાજ પિતાતુલ્ય છે : વડાપ્રધાન મોદી

41
0

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ, એટલે કે, 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે એસપી રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું.

જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામીનગરમાં સભા સંબોધતી હતી અને જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય, અહીં ભારતનો દરેક રંગ દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, મને આ ઐતિહાસિક કાર્યક્રમનો સાથી, સહભાગી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો એટલો સમય મને દિવ્યતાની અનુભૂતી થઈ છે. અહીં સૌ કોઈ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે.

પ્રમુખસ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય છે. અહીં ભારતના દરેક રંગ દેખાય છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહ્યા છે. આ નગરમાં વસુધૈય કુટુમ્બકમની ભાવના જોવા મળી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી, પરંતુ કોરોનાના કારણે તારીખ લંબાવીને હવે 14 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2023 સુધી ઉજવણી કરવામાં આવશે.

આ મહોત્સવ ભલે 14 ડિસેમ્બર-2022થી જાન્યુઆરી-2023 સુધી યોજાવાનો હોય, પણ એની તૈયારીઓ છેલ્લાં બે વર્ષથી, એટલે કે 2020થી ચાલી રહી હતી. મહોત્સવ યોજવા માટે જમીન આપવા માટે ખેડૂતો, વેપારીઓએ 2020માં જ કમિટમેન્ટ આપી દીધા હતા. આ જમીન અંગેના ડ્રાફ્ટ આજથી થોડાં સમય પહેલાં જ થયાં છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં જ 2022થી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવતા નેગેટિવ અસરે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!!
Next articleઅમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં