Home ગુજરાત ‘મારા પ્રિય પતિ રવીન્દ્ર જાડેજાને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 5 વિકેટ લેવા બદલ...

‘મારા પ્રિય પતિ રવીન્દ્ર જાડેજાને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 5 વિકેટ લેવા બદલ ખુબ ખૂબ શુભેચ્છા : રીવાબા જાડેજા

31
0

(GNS),06

વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યું છે. ટીમ ઈન્ડિયા અને તેના પ્લેયર્સ શાનદાર પ્રદર્શન આપીને એક પછી એક મેચમાં જીત હાંસિલ કરી રહ્યાં છે. આવામાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ પણ એક પછી એક સિદ્ધિ હાંસિલ કરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત હાંસિલ કરી છે. ભારતીય પ્લેયર્સ ફેન્સની આશા પર ખરા ઉતર્યા છે. વર્લ્ડ કપ 2023 માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 33 રન આપીને 5 વિકેટ મેળવી હતી. ત્યારે રવીન્દ્ર જાડેજાની આ સિદ્ધી પર પત્ની રિવાબાનો પ્રેમ છલકાયો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર પતિ રવીન્દ્ર જાડેજાના વખાણ કર્યા હતા. સાઉથ આફ્રિકા સામેની મેચમાં વિરાટ કોહલીના શાનદાર સદીના દમ પર ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાના 5 વિકેટ હોલની સામે સાઉથ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શન બાદ પત્ની રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. ટીમ ઈન્ડિયાના જીત બાદ પતિ રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રીયા આપતા રિવાબા જાડેજાએ લખ્યું કે, ‘મારા પ્રિય પતિ રવીન્દ્ર જાડેજાને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 5 વિકેટ લેવા બદલ ખુબ ખૂબ શુભેચ્છા. તમારી આકરી મહેનત અને સમર્પણ ચમકી રહ્યું છે. ભારતની એક રોમાંચક જીત.’ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં રવીન્દ્ર જાડેજા રિયલ હીરો બન્યા હતા. તેમની શાનદાર બોલિંગને કારણે 5 વિકેટ ઝડપી લેતા સાઉથ આફ્રિકા મોટા રનથી હાર્યું હતું. IPL 2023ની ફાઈનલની મેચમાં ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ જીત બાદ ધોનીએ જાડેજાને પોતાના ખોળામાં ઊંચક્યો છે, જ્યારે આ જીત બાદ જાડેજા અને તેની પત્ની રીવાબાને ગળે લગાવતાની તસવીર પણ સામે આવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ રિવાબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં કાર રોકતા પોલીસને કચડી નાખવાનો થયો પ્રયાસ, પોલીસ કર્મચારીને 200 થી 300 મીટર સુધી ઘસેડ્યો
Next articleસુરતમાંથી નકલી IPS તો ગાંધીનગરમાંથી કથિત FCI અધિકારી ઝડપાયો