Home અન્ય રાજ્ય માયાવતીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ શિવપાલ સિંહ યાદવ વિરુદ્ધ નોંધાયો કેસ

માયાવતીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ શિવપાલ સિંહ યાદવ વિરુદ્ધ નોંધાયો કેસ

29
0

(જી.એન.એસ) તા. 6

બરેલી,

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી વિશે અભદ્ર ટિપ્પણી કરવી મોંઘી પડશે, બદાઉનના બી એસ પી જિલ્લા અધ્યક્ષની ફરિયાદ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવ દ્વારા માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે બસપા જિલ્લા અધ્યક્ષ રામ પ્રકાશ ત્યાગીની ફરિયાદ પર રવિવારે મોડી રાત્રે શિવપાલ યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 504 (ઇરાદાપૂર્વક અપમાન) અને 505 (સામાજિક અશાંતિ પેદા કરનાર નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ મામલામાં ફરિયાદી બી એસ પી જિલ્લા અધ્યક્ષ રામ પ્રકાશ ત્યાગીએ દાવો કર્યો હતો કે તેને 3 મેના રોજ પોતાના મોબાઈલ ફોન પર એક મીડિયામાં આ ક્લિપિંગ જોઈ હતી, જેમાં શિવપાલ યાદવે બી એસ પી ના  રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને તેમના માટે અપમાનજનક શબ્દોના ઉપયોગને કારણે બસપાના કાર્યકરોમાં ભારે રોષ છે અને આજ બધા કારણોસર તેણે તે ટિપ્પણીનો વીડિયો પોલીસને આપ્યો હતો, જેની તપાસ બાદ શિવપાલ વિરુદ્ધ કોતવાલી સિવિલ લાઇન્સમાં યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યાગીએ કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે પણ આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET UG 2024 પેપરલીકના દાવાને નકારવામાં આવ્યો
Next articleબીએસપી દ્વારા યુપી ના જૌનપુર લોકસભા સીટ પરથી શ્યામ સિંહ યાદવ ને ઉમેદવાર જાહેર કર્યા