Home ગુજરાત માનવસર્જિત હોનારતો બાદ ઝડપથી બઠો થવાનો વિશ્વના ૧૦૦ શહેરોમાં સુરતનો સમાવેશ

માનવસર્જિત હોનારતો બાદ ઝડપથી બઠો થવાનો વિશ્વના ૧૦૦ શહેરોમાં સુરતનો સમાવેશ

572
0

(જી.એન.એસ), તા.૬
કુદરતી આફતો અન માનવર્સિજત હોનારતો, સમસ્યાઓનો સામનો કરવામાં અને ફરી ઝડપથી બેઠા થનારા વિશ્વનાં ૧૦૦ શહેરોમાં સુરતનો સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વના ૧૦૦ શહેરોને રેસિલિઅન્ય સિટી તરીકે ડેવલપ કરવા માટે અમેરિકાની રોકફેલર ફાઉન્ડેશન સંસ્થાએ ખાસ અભિયાન હાથ ધર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના સુરત, જયપુર, પૂના અને ચેન્નાઇને પસંદ કરાયા છે.
રેસીલિઅન્ટ સુરત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ કમલેશ યાજ્ઞિાકે જણાવ્યું હતું કે, વિશ્વનો ૮૦ ટકા જીડીપી શહેરોમાંથી આવે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૫૦ સુધીમાં શહેરોને જરૃરી એવું ૬૦ ટકા ઇનફ્રાસ્ટ્રકચર ડેવલપ થયું નથી. આ સંજોગોમાં કુદરતી અને માનવર્સિજત સમસ્યાઓનો સામનો કરી ઝડપથી બેઠા થતા વિશ્વનાં ૧૦૦ શહેરોને રેસિલિએન્ટ સિટી તરીકે વિકસાવવા અમેરિકાની રોકફેલર ફાઉન્ડેશન સંસ્થાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે માટે ભારતમાંથી ૪ શહેરો સુરત, જયપુર, પૂના અને ચેન્નાઇની પસંદગી થઇ છે. આ ચાર શહેરોમાં આગામી વર્ષોના લાંબાગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર .ડેવલપમેન્ટ માટે આ સંસ્થા દ્વારા જે તે શહેરની સ્થાનિક ગર્વિંનગ બોડી સાથે મળીને પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે.
સુરત શહેરને લગતા પ્રશ્નોનો સુરત મહાનગર પાલિકા સાથે મળીને અભ્યાસ કરીને ખાસ આયોજન અને માર્ગર્દિશકા તૈયાર કરવામાં આવી છે. સુરતમાં પૂર તથા ટ્રાફિક, વાયુ, પ્રદૂષણ, પાણીની આવશ્યકતા સહિતના પ્રશ્નો પર પ્લાનિંગ અને માર્ગર્દિશકા તૈયાર કરવામાં આવી છે. જે આગામી ૧૮ એપ્રિલના રોજ સુરત મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. છેલ્લા ૧૨ મહિના દરમિયાન વિવિધ સમસ્યાઓ પર કામ કરીને આ માહિતી એકત્ર કરવામાં આવી છે. જેને આધારે આગળ વધવા સ્થાનિક તંત્ર તથા શાસકોને અપીલ કરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલનપુરમાં એક સાથે 400 પોપટના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
Next articleસુરેન્દ્રનગરઃ ૪ વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું, તંત્રનું રેસ્ક્યું ઓપરેશન ચાલુ